કોલકાતા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શનિવારે પશ્ચિમ બંગાળ (West Bengal)ની ચાર ઇમારતો રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પીએમએ કરેંસી બિલ્ડિંગ, વેલ્વેદેર હાઉસ, મેટકોફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ દરમિયાન પીએમે લોકોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સંસ્કૃતિ અને સાહિત્યના તરંગ અને ઉમંગથી ભરેલા કોલકાતાના આ વાતાવરણમાં આવીને મન અને મગજ આનંદથી ભરી જાય છે. એક પ્રકારથી મારા માટે પોતાને ફ્રેશ કરવા અને બંગાળની વૈભવશાળી કલા અને સાંસ્કૃતિક ઓળખને નમન કરવાની તક છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે પ્રદર્શન જોયું તો એવું લાગતું હતું કે હું આ ક્ષણોને સ્વંયને જીવી રહ્યો છો જે તે મહાન ચિત્રકારો, કલાકારો, રંગકારોએ રચ્યાછે. બાંગ્લાભૂમિની, બંગાળની મિટ્ટીની આ અદ્ભૂત શક્તિ, મોહિત કરનારી મહકને હું નમન કરું છું. પીએમે કહ્યું હતું કે બિપ્લોબી ભારત નામથી મ્યૂઝીયમ બને. જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઓરબિંદો ઘોષ, રાસ બિહારી બોસ ,ખુદી રામ બોસ, દેશબંધુ, બાધા જતિન, બિનોય, બાદલ, દિનેશ એવા દરેક મહાન સેનાનીને અહીં સ્થાન મળવું જોઈએ. જ્યારે આઝાદ હિંદ સરકારના 75 વર્ષ પુરા થયા તો લાલ કિલાથી ધ્વજારોહણનું સૌભાગ્ય મને મળ્યું હતું. નેતાજી સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવાની માંગણી પણ વર્ષોથી થઈ રહી હતી. જે હવે પુરી થઈ છે.
આ પણ વાંચો - મુલાકાતમાં મમતાએ ઉઠાવ્યો CAA,NRCનો મુદ્દો, પ્રધાનમંત્રીએ કહ્યું દિલ્હી આવો!
પીએમે કહ્યું હતું કે એ ઘણું દૂર્ભાગ્યપૂર્ણ છે કે અંગ્રેજી સાસન દરમિયાન અને સ્વતંત્રતા પછી પણ દેશનો જે ઇતિહાસ લખવામાં આવ્યો તેમાં ઇતિહાસના કેટલાક મહત્વના પક્ષોને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:January 11, 2020, 19:41 pm