Home /News /national-international /

એ લોકો માત્ર એક પરિવારનોપ્રચાર કરતા હતાઃ PMનો UPA ઉપર કટાક્ષ

એ લોકો માત્ર એક પરિવારનોપ્રચાર કરતા હતાઃ PMનો UPA ઉપર કટાક્ષ

શિરડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે શિરડી પહોંચ્યા હતા. તેમણે શિરડી સાંઇબાબાની સમાધીને 100 વર્ષ થવાના પ્રસંગે આખા વર્ષ સુધી ચાલેલા મોહોત્સવના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે શિરડી પહોંચ્યા હતા. તેમણે શિરડી સાંઇબાબાની સમાધીને 100 વર્ષ થવાના પ્રસંગે આખા વર્ષ સુધી ચાલેલા મોહોત્સવના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો.

  આ પ્રસંગે તેમણે કહ્યું કે શિરડી મહાપુરુષોની ભૂમિ છે. સાંઇબાબાએ સમાજ માટે કામ કર્યું છે. પીએમ મોદીએ આ પ્રસંગે કોંગ્રેસ ઉપર ભારે કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, પ્રયત્નો પહેલા પણ થયા છે પરંતુ દુર્ભાગ્યથી તેમનું લક્ષ્ય ગરીબોના ઘરને જોઇને સશક્ત કરવાના બદલે એક વિશેષ પરિવારના નામનો પ્રચાર કરવામાં વધારે રહ્યું છે.  પીએમ મોદીએ કહ્યું કે શિરડીના કણ-કણમાં સાંઇના મંત્ર, તેમની સીખ છે. જનસેવા, ત્યાગ અને તપસ્યાની વાત આવે છે ત્યારે શિરડીનું ઉદાહરણ આપવામાં આવે છે. શિરડી તાત્યા પાટીલની નગરી છે. દાદા કોતે પાટીલ, માધવરાવ દેશપાંડે, મ્હાલસાપતી જેવા મહાપુરુષોની ધરતી છે. કાશીરામ શિંપી, આપ્પા જાગલે અને સાંઇબાબાની અંતિમ સેવા કરતા રહ્યા છે. કોડાજી, ગબાજી અને તુકારામને પણ કોઇ ભુલાવી ન શકે. આ પાવન ધરાને પણ મહાન સપુતોને હું નમન કરું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાંઇનો મંત્ર સબકા માલિક એક છે. સાંઇના આ ચાર શબ્દો સમાજને એક કરવાનું સુત્રવાક્ય બની ગયું છે. સાંઇ સમાજના હતા અને સમાજ સાંઇનો હતા.  આ પ્રસંગે પીએમ મોદીએ વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરોની ચાવીઓ પણ સોંપી હતી. અને કહ્યું હતું કે, મને ખુશી થાય છે કે દશેરાના પાવન અવસર ઉપર મને અઢી લાખ ભાઇ-બહેનોને પોતાના સપનાનું ઘર મળ્યું છે. મારા એ ભાઇ બહેન જેના માટે પોતાનું ઘર, હંમેશા સપનું જ રહ્યું છે. આપણા આ વિશાળ પરિવાસના સભ્યોને એક સાથે ગૃહ પ્રવેશ કરાવવનું સૌથી મોટી વાત છે આપણા ગરીબ ભાઇ બહેનોની સેવાથી મોટી દશેરાની પૂજા બીજી કોઇ ન હોઇ શકે.  તેમણે કહ્યું કે, પોતાનું ઘર જીવનને સરળ બનાવી દે છે. ગરીબીથી લડવા માટે નવો ઉત્સાહ ઊભો કરે છે. આને જ ધ્યાનમાં રાખીને સરકારે 2022 સુધી દેશના બેઘર ગરીબ પરિવારને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય રાખ્યું છે. મને ખુશી છે કે, આશરે અડધો રસ્તા અમે પુરો કરી ચુક્યા છીએ. ગરીબ કે મધ્યમ વર્ગના પરિવાર ગત ચાર વર્ષોથી ઝૂંપડીથી, ભાડાના મકાનથી નીકળીને પોતાના ઘર આપવા તરફ સરકારે ગંભીર પ્રયત્નો કર્યા છે.  કોંગ્રેસ ઉપર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કોશિશ પેહલા થતી હતી પરંતુ દુર્ભાગ્યથી તેમનુ લક્ષ્ય કરીબોને ઘર આપીને સશક્ત બનાવવાના બદલે એક વિશેષ પરિવારના નામનો પ્રચાર કરવાનું વધારે છે. ઘર સારું હોય તેમાં શૌચાલય હોય, વીજળી હોય, પાણી, ગેસ કનેક્શન હોય આના ઉપર ક્યારે ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્યારે કોઇપણ યોજનાના મૂળમાં રાજનીતિક સ્વાર્થ સિવાય ગરીબના કલ્યાણ હોય, તેમના જીવનને સરળ બનાવવાની પ્રેરણા હોય ત્યારે કામની ઝડપ ક્યારે વધે છે તે આજે દેશ સામે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Dussehra, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, શિરડી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन