Home /News /national-international /PM Modi Shimla : શિમલામાં પીએમ મોદી, એર સ્ટ્રાઇક સહિત આ મોટા મુદ્દાઓ પર કરી વાત

PM Modi Shimla : શિમલામાં પીએમ મોદી, એર સ્ટ્રાઇક સહિત આ મોટા મુદ્દાઓ પર કરી વાત

PM નરેન્દ્ર મોદી - શિમલા

PM Modi Shimla : પીએમ નેરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે શિમલામાં - તેમણે કહ્યું, 130 કરોડ દેશવાસીઓનો પરિવાર આ બધું જ મારા જીવનમાં છે. તમે જ મારા જીવનમાં સર્વસ્વ છો અને આ જીવન પણ તમારા માટે જ છે.

PM Modi Shimla : દેશની મોદી સરકાર કેન્દ્રમાં પોતાના શાસનના 8 વર્ષ પૂર્ણ કરવાનો જશ્ન (8 Years of Narendra Modi) મનાવી રહી છે. આ અવસરે ભાજપે શિમલાના રીજ મેદાનમાં ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi in shimla) પણ હાજરી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનાં (PM Kissan Samman Nidhi Scheme) લાભાર્થી 10 કરોડ ખેડૂતોનાં બેંક ખાતાઓમાં ડીબીટી મારફતે 11માં હપ્તા હેઠળ રૂ. 21,000 કરોડની રકમ જમા કરી હતી. પ્રધાનમંત્રીએ તેમની સરકારનાં 9 મંત્રાલયો/વિભાગોની વિવિધ યોજનાઓના પસંદ થયેલા લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત પણ કરી હતી. ત્યારબાદ તેમણે રિજ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને સંબોધન કર્યું હતું. તો ચાલો નજર કરીએ વડાપ્રધાન મોદીના ભાષણની 10 મોટી (10 big statements of pm modi) વાતો પર...

- પીએમ મોદીએ કહ્યું, "અત્યારે પીએમ કિસાન સમ્માન નિધિના પૈસા દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, પૈસા તેમને આપી પણ દેવામાં આવ્યા છે. આજે મને શિમલાની ધરતી પરથી દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચાડવાનું સૌભાગ્ય મળ્યું છે.

- પીએમ મોદીએ કહ્યું, "મને એવા બાળકોની જવાબદારી સંભાળવાની તક મળી છે, જેમણે કોરોના કાળમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા. અમારી સરકારે આવા હજારો બાળકોની સંભાળ રાખવાનું નક્કી કર્યું છે. ગઈકાલે મેં તેમને ચેક દ્વારા પણ કેટલાક પૈસા મોકલ્યા હતા.

- પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એક પરિવારનાં સભ્ય તરીકે પરિવારની આશા આકાંક્ષા સાથે જોડાવું, 130 કરોડ દેશવાસીઓનો પરિવાર આ બધું જ મારા જીવનમાં છે. તમે જ મારા જીવનમાં સર્વસ્વ છો અને આ જીવન પણ તમારા માટે જ છે.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 2014 પહેલા અખબારોમાં હેડલાઇન્સ હતી - લૂંટ અને દુષ્કર્મ, ભ્રષ્ટાચાર, કૌભાંડો, સગાવાદ અમલદારશાહી, અટકી લટકી અને ફટકી યોજનાની. હવે ચર્ચાઓ થાય છે સરકારની યોજનાઓની જેનાથી અનેક લોકોનું જીવન સુધરી ગયું. હવે દેશની સરકાર માઈ બાપ નહીં, પરંતુ પ્રજાના સેવક છે.

- પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશની સુરક્ષાને લઈને ચિંતા હતી. આજે તેમને સર્જિકલ સ્ટ્રાઈક-એર સ્ટ્રાઈક પર ગર્વ છે. આજે આપણી સરહદો પહેલા કરતા વધુ સુરક્ષિત છે. અમે અગાઉ કાયમી ગણાતી સમસ્યાઓના કાયમી ઉકેલો પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હિમાચલમાં ભાગ્યે જ કોઈ પરિવાર હશે, જેમાં ઘરેથી સૈનિકો ન હોય. તે નાયકોની ભૂમિ છે. તે લશ્કરી પરિવારોની ભૂમિ છે. અહીંની જનતા જાણે છે કે કેવી રીતે અગાઉની સરકારોએ વન રેન્ક, વન પેન્શનના નામે સૈનિકો સાથે છેતરપિંડી કરી હતી. અમારી સરકારે વન રેંક, વન પેન્શન લાગુ કર્યું. અમારા ભૂતપૂર્વ સૈનિકોને એરિયરના પૈસા આપ્યા.

- પીએમ મોદીએ કહ્યું, "દાયકાઓથી આપણા દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. પોતાની વોટબેન્ક બનાવવાની રાજનીતિએ દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અમે વોટબેંક બનાવવાનું કામ નથી કરી રહ્યા. અમે નવા ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હિમાચલના ફાર્મા હબ બડ્ડીએ દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. કોવિડ કાળમાં બડ્ડીમાં બનેલી દવાઓ દુનિયાના ઘણા દેશોમાં મોકલવામાં આવી હતી. ચંબાના મેટલ વરક, કાંગડાના પેઈન્ટિંગના લોકો આજે પણ દિવાના થઈ જાય છે. સરકારનો આ જ હેતુ છે કે દુનિયાભરમાં હિમાચલના ઉત્પાદનોની માંગ રહે.

- વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આપણે 21મી સદીના આધુનિક ભારત માટે આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાનું છે. એક એવું ભારત જેની કોઈ ઓળખ નથી, પણ આધુનિકતા છે. આપણે ભારતીયોની તાકાતની સામે કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.

આ પણ વાંચોUttarakhand Weather Alert: ઉત્તરાખંડના 5 જિલ્લામાં આજે અને આવતીકાલે થશે ભારે વરસાદ, યાત્રિકોને સાવધાન રહેવા અપીલ

- 2014 પહેલા જ્યારે હું તમારી વચ્ચે આવતો હતો ત્યારે હું કહેતો હતો કે ભારત દુનિયા સાથે આંખો ઝૂકાવીને નહીં, પરંતુ આંખો મિલાવીને વાત કરશે. આજે ભારત મજબૂરીમાં દોસ્તીનો હાથ નથી વધારતું, પરંતુ મદદ માટે હાથ લંબાવે છે, આંખો નીચી કરીને નહીં પણ સાથે મળીને વાતો કરે છે. અમે એક એવા ભારતનું નિર્માણ કરીશું જેમાં કોઈ ઓળખનો અભાવ નહીં, પરંતુ આધુનિકતા હોય.
First published:

Tags: PM Modi speech, PM Narendra Modi Speech, પીએમ નરેન્દ્ર મોદી, પીએમ મોદી, શિમલા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો