SCO સમિટમાં PM મોદીએ પાકિસ્તાન-ચીનને આપ્યો સખત સંદેશો, જાણો શું કહ્યું

SCO સમિટમાં PM મોદીએ પાકિસ્તાન-ચીનને આપ્યો સખત સંદેશો, જાણો શું કહ્યું

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ આ શિખર સંમેલનને સંબોધિત કર્યું હતું

  • Share this:
    નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાનને સખત સંદેશો આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)મંગળવારે SCO સમિટમાં કહ્યું કે શંઘાઇ સહયોગ સંગઠન/એસસીઓના (SCO)બધા સદસ્ય રાષ્ટ્રોએ એકબીજાની સાર્વભૌમિકતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવું જોઈએ. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ આ શિખર સંમેલનને સંબોધિત કર્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. સંમેલનની અધ્યક્ષતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન કરી રહ્યા હતા.

    સદસ્ય રાષ્ટ્રો વચ્ચે સંપર્ક મજબૂત કરવામાં ભારતની સહભાગીતાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતનું માનવું છે કે કનેક્ટિવિટીને વધારે મજબૂત કરવા માટે એ આવશ્યક છે કે એકબીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન આપવા મુળ સિદ્ધાંતો સાથે આગળ વધવામાં આવે.

    આ પણ વાંચો - Bihar Election Results 2020: CM નીતિશની એન્ટી ઇન્કમબન્સી ખતમ કરીને પીએમ મોદીએ પલટાવી દીધી બાજી!

    પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એસસીઓના એજન્ડામાં દ્વિપક્ષીય મુદ્દાને લાવવાના પ્રયત્નને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે અને કહ્યું કે ભારત એસસીઓ ચાર્ટરમાં નિર્ધારિત સિદ્ધાંતો પ્રમાણે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એ પણ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રનો મુળ લક્ષ્ય હજુ અધુરો છે અને કોવિડ-19ની મહામારીની આર્થિક અને સામાજીક પીડાથી ઝઝુમી રહેલા વિશ્વને તેની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનની અપેક્ષા છે.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે અભૂતપૂર્વ મહામારીના આ અંત્યત મુશ્કેલ સમયમાં પણ ભારતના ફાર્મા ઉદ્યોગે 150થી વધારે દેશોમાં આવશ્યક દવાઓ મોકલી હતી. તેમણે વિશ્વાસ આપ્યો છે કે દુનિયાના સૌથી મોટો વેક્સીન ઉત્પાદન દેશના રુપમાં ભારત પોતાની વેક્સીન ઉત્પાદન અને વિતરણ ક્ષમતાનો ઉપયોગ આ સંકટથી લડવામાં પુરી માનવતાની મદદ કરવા માટે કરશે.
    Published by:Ashish Goyal
    First published: