Home /News /national-international /PM ની સિક્યોરિટી પર CM ચન્નીએ કર્યું પ્રિયંકા ગાંધી વાડ્રાને બ્રીફ, ભડક્યા બીજેપીના નેતા

PM ની સિક્યોરિટી પર CM ચન્નીએ કર્યું પ્રિયંકા ગાંધી વાડ્રાને બ્રીફ, ભડક્યા બીજેપીના નેતા

નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક (PM Narendra Modi security breach)પર રાજનીતિ વધારે ગરમાઇ છે

PM Security breach news : સંબિત પાત્રાએ કહ્યું- કયા અધિકાર અંતર્ગત પ્રિયંકા ગાંધીને બ્રીફ કરવામાં આવ્યું

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક (PM Narendra Modi security breach)પર રાજનીતિ વધારે ગરમાઇ છે. પીએમની સિક્યોરિટીને લઇને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (punjab cm charanjit singh channi)કહ્યું કે પંજાબમાં પીએમને કોઇ ખતરો ન હતો. તે પુરી રીતે અહીં સુરક્ષિત હતા. ચન્નીએ કહ્યું કે આ સંબંધમાં મેં પ્રિયંકા ગાંધી જી (Priyanka Gandhi)સાથે વાત કરી છે અને તેમને બધા મામલે અવગત કરાવ્યા છે. ચન્નીના આ નિવેદનથી ભાજપાએ પ્રહાર કર્યો છે. ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રાએ (Sambit Patra) ચન્ની પર પ્રહાર કરતા કહ્યું કે આ દુર્ભાગ્યની વાત છે કે ચન્નીએ આ સંબંધમાં પ્રિયંકા ગાંધી જી ને સારી વાતો બતાવી છે.

પાત્રાએ કહ્યું- કયા અધિકાર અંતર્ગત પ્રિયંકા ગાંધીને બ્રીફ કરવામાં આવ્યું

સંબિત પાત્રાએ કહ્યું કે એક સિટિંગ ચીફ મિનિસ્ટરે પીએમની સિક્યોરિટી જેવા સંવેદનશીલ મુદ્દાને લઇને પ્રિયંકા ગાંધીને બ્રીફ કર્યું છે. તેમણે સવાલ પૂછતા કહ્યું કે સીએમે આવું કેમ કર્યું. શું પ્રિયંકા ગાંધી કોઇ સંવૈધાનિક પદ પર છે કે તેમને બ્રીફ કરવામાં આવ્યું. પ્રિયંકા ગાંધી કોણ છે જેને એક સિટિંગ ચીફ મિનિસ્ટરે બ્રીફ કર્યું છે.

તેમણે ચન્ની પર કટાક્ષ કરતા કહ્યું કે ચન્ની સાહેબ થોડા ઇમાનદાર થઇ જાવ. તમે પ્રિયંકા ગાંધીને અવશ્ય એ વાત કહી હશે કે કામ હો ગયા સી...તમે જે બોલ્યા હતા તે થઇ ગયું. એટલે કે તમે જે પણ કહ્યું હતું કામ થઇ ગયું. સીએમ ચરણજીત સિંહ ચન્નીનો આ રેકોર્ડ કન્ફોર્મ થઇ ગયો છે તે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને લઇને પ્રિયંકા ગાંધીને બ્રીફ કર્યું છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે સીએમએ કયા નિયમ અંતર્ગત પીએમની સિક્યોરિટી જેવા સંવેદનશીલ મામલાને પ્રિયંકા ગાંધીને બ્રીફ કર્યું છે. શું ચીફ મિનિસ્ટર પ્રિયંકા ગાંધીને આ રિપોર્ટ કરાવવા માટે ગયા હતા કે તે લક્ષ્યથી ચૂકી ગયા.

આ પણ વાંચો - Assembly Election 2022: કોરોના સંક્રમિત પણ વોટ આપી શકશે, આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

પીએમ માટે મહામૃત્યુંજયનો પાઠ કરાવી દઉ - સીએમ  ચન્ની

આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ફરી એક વખત ભાવનાત્મક મુદ્દો ઉછાળતા ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું કે હું પીએમ માટે મહામૃત્યુંજયનો પાઠ કરાવી દઉ. તેમણે ફરી એક વખત કહ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઇ ચૂક થઇ નથી. ચન્નીએ કહ્યું કે પંજાબને બદનામ કરનારે પાછળ જવું પડ્યું છે.
First published:

Tags: Priyanka gandhi, પંજાબ, પીએમ નરેન્દ્ર મોદી