નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહાર (Bihar)માં એલપીજી પાઇપલાઇન પરિયોજના માટે બ્લોક અને બે બોટલિંગ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેની સાથે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar)ને આગામી બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar election 2020) માટે એનડીએના ચહેરાના રૂપમાં સમર્થન આપ્યું. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમારે ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ બિહારનું લક્ષ્ય પૂરું કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન એમ પણ કહ્યું કે છેલ્લા અનેક વર્ષોથી બિહાર વિકાસના મામલમાં પાછળ હતું. તેનું કારણ રાજકારણ સહિત કેટલાક અન્ય પણ કારણ હતા. તેઓએ કહ્યું કે એક એવો પણ સમય આવ્યો જ્યારે બિહારમાં સારી રોડ કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર ચર્ચા નહોતી થતી.
In the last 15 years, #Bihar has shown that development happens with the right government, decisions, & policies, and also reaches everyone. We are working for the growth of all sectors in Bihar: PM Narendra Modi pic.twitter.com/JbZ9j2mX7Y
વડાપ્રધાને મોદીએ કહ્યું કે, બિહારે અનેક સમસ્યાઓ સહન કરી છે. પરંતુ નીતીશ કુમારે ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ બિહારના લક્ષ્ય પ્રાપ્તિ માટે અગત્યની ભૂમિકા નિભાવી છે. તેઓએ એમ પણ કહ્યું કે બિહારને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની અગત્યની જવાબદારી નિભાવી છે. આપણે બિહારમાં સુશાસન નિશ્ચિત કરવું જોઈએ. છેલ્લા 15 વર્ષમાં કરવામાં આવેલા સારા કામો ચાલુ રહેવા જોઈએ.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે બિહારને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની અગત્યની ભૂમિકા નિભાવી છે. આપણે બિહારમાં સુશાસન નિશ્ચિત કરવું જોઈએ. હું નીતીશજીને આગ્રહ કરીશ કે રઘુવંશ પ્રસાદજીએ પોતાના અંતિમ પત્રમાં જે ભાવના રજૂ કરી હતી તેને પરિપૂર્ણ કરવા માટે તમે અને આપણે સૌ મળીને તમામ પ્રયાસ કરીએ.
વડાપ્રધાને કહ્યું કે, હવે દેશ અને બિહાર એ સમયમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં એક પેઢી કામ શરૂ થતાં જોતી હતી અને બીજી પેઢી તેને પૂરું થતું જોતી હતી. નવા ભારત, નવા બિહારની આ ઓળખ, આ કાર્યસંસ્કૃતિને આપણે વધુ મજબૂત કરવાની છે. પીએમ મોદી તરફથી જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમાં પારાદીપ-હલ્દિયા-દુર્ગાપુર પાઇપલાઇન પ્રોજેક્ટ્સના દુર્ગાપુર-બાંકા ખંડ અને બાંકા અને ચંપારણ જિલ્લામાં બે એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ સામેલ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર