પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી સભા દરમ્યાન કોંગ્રેસ પર જબરદસ્ત નિશાન સાધ્યું. પીએમએ કહ્યું કે, કોંગ્રેસમાં ભાગદોડ મચી ગઈ છે. એટલે નામદાર સુરક્ષિત સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, નામદારે પોતાની માટે એક સીટ શોધવા માટે માઈક્રોસ્કોપનો ઉપયોગ કર્યો છે. કેમ કે, તેમને ખબર છે કે, અમેઠી સીટથી હવે તે નહી જીતે. આ સીટ એવી છે જ્યાં અલ્પસંખ્યકોની બહુસંખ્યક છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઘોષણાપત્રને 'ઢકોસસલા પત્ર' કહ્યો છે. તેમણે કહ્યું કે, સીમા પર લડી રહેલા જવાનોની કોંગ્રેસને પરવાહ નથી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે ના તો પરિવાર પર આધારિત છીએ અને ના પૈસા પર આદારિત છીએ. દેશમાં કેટલીએ એવી પાર્ટીઓ છે, જે પૈસાથી બની હોય, પરંતુ બીજેપી કાર્યકર્તાઓના પરસેવાથી બની છે. અટલજીએ પહેલા એક નારો આપ્યો હતો અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા.
પીએમએ કહ્યું કે, નામદારે જે સીટને પોતાની વસીયત સમજી લીધી હતી, હવે તેમણે તે સીટ પરથી પલાયન થવું પડ્યું છે. હજુ તો ચૂંટણીનો રંગ શરૂ થઈ રહ્યો છે અને તે પોતાની સીટ છોડી ભાગી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની નિયતમાં ખોટ છે, જેથી આવુ કરવું પડે છે. તેમની નિયતમાં ખોટ છે, જેથી હેલિકોપ્ટરની ખરીદીમાં પણ દલાલી ખાવામાં રસ રાખે છે.
આ પહેલા પીએમએ ઓડિસાના બાલોદમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા લોકોને પુચ્યું કે, તમને કોની સરકાર જોઈએ ચોકીદારની કે ભ્રષ્ટાચારીઓની. તેમણે કહ્યું કે, મે તેજ કર્યું છે, જે તમે ઈચ્છતા હતા. કેટલાક દિવસ પહેલા જ કાંકેરમાં આપણા જવાન શહીદ થયા પરંતુ કોંગ્રેસને તેની પરવાહ નથી. જે સીમા પર આતંકીઓ, અને નક્સલીઓ સાથે મુકાબલો કરી રહ્યા છે, કોંગ્રેસે પોતાના ઢકોસલાપત્રમાં તેમને હટાવવાની ઘોષણા કરી છે.
પીએમ નરેન્દ્ર મોદી કહ્યું કે, અમે ચૂંટણી લડી રહ્યા છીએ કારણ કે, આતંકીઓ અને અલગાવવાદીઓને તેમના કરેલા કર્મોની સજા આપી શકાય. કોંગ્રેસ દેશને લૂટવા માટે ચૂંટણી લડી રહી છે. અમે દેશની પાઈ-પાઈનો ઉપયોગ કરવા માટે ચૂંટણી લડી રહ્યા છીએ. બીજેપીની સરકારે છત્તીસગઢથી નક્સલ હિંસાને સમાપ્ત કરવાનો મજબૂત પ્રયાસ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર