Home /News /national-international /

PM મોદીની એ પાંચ વાતો જેના કારણે પાકિસ્તાનની ઊંઘ થઈ હરામ

PM મોદીની એ પાંચ વાતો જેના કારણે પાકિસ્તાનની ઊંઘ થઈ હરામ

PM મોદીએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

પીએમ મોદીએ કહ્યું છે કે આતંકીઓએ આ હુમલો કરીને મોટી ભૂલ કરી દીધી છે અને તેની તેમને મોટી કિંમત ચૂકવવી પડશે

    જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલાન કર્યું છે કે તેઓએ સૈનિકોને ખૂલી છૂટ આપી દીધી છે. પીએમ મોદીએ કહ્યું છે કે આતંકીઓએ આ હુમલો કરીને મોટી ભૂલ કરી દીધી છે અને તેની તેમને મોટી કિંમત ચૂકવવી પડશે. વડાપ્રધાનના આ નિવદેનથી પાકિસ્તાનના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. આ છે PM મોદીની તે પાંચ વાતો જેના કારણે પાકિસ્તાનની થઈ ઊંઘ હરામ...

    1. 'હું આતંકી સંગઠનોને એન તેમના આકાઓને કહેવા માંગું છું કે તેઓ બહુ મોટી ભૂલ કરી છે. હું દેશને વિશ્વાસ આપું છું કે હુમલાની પાછળ જે તાકાતો છે, આ હુમલાના જે પણ ગુનેગાર છે, તેમને તેના માટે સજા ચોક્કસ મળશે.'

    2. 'હાલમાં ખૂબ જ ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા અમારા પડોશી દેશને એવું પણ લાગે છે કે તેઓ આવો વિનાશ કરીન, ભારતને નુકસાન પહોંચાડી શકે છે. તેમની આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. 130 કરોડ હિન્દુસ્તાની આવા દરેક કાવતરા, આવા દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપશે.'

    3. 'સમગ્ર વિશ્વમાં એકલું પડી ચૂકેલો આપણો પડોશી દેશ જો એવું સમજે છે કે જે પ્રકારના કૃત્ય એ કરી રહ્યું છે, જે પ્રકારના કાવતરા ઘડી રહ્યું છે, તેનાથી ભારતમાં અસ્થિરતા ઊભી કરવામાં સફળ થઈ જશે, તો તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે.'

    4. 'આ હુમલાના કારણે દેશમાં જેટલો આક્રોશ છે, લોકોનું લોહી ઉકળી રહ્યું છે, તે હું સમજી રહ્યો છું. આ સમયે જે દેશની અપેક્ષાઓ છે, કંઈક કરી છૂટવાની ભાવના છે, તે સ્વાભાવિક છે. અમે સુરક્ષા દળોને પૂર્ણ સ્વતંત્રતા આપેલી છે. અમને આપણા સૈનિકોના શૌર્ય પર પૂરો વિશ્વાસ છે.'

    5. 'સાથીઓ, પુલવામા હુમલા બાદ, હાલ મન: સ્થિતિ અને માહોલ દુ:ખ અને સાથોસાથ આક્રોશનો છે. આવા હુમલાનો દેશ એક થઈ સામનો કરશે, રોકાવાનો નથી.'

    આ પણ વાંચો, મોરબીમાં શહીદોના પરિવાર માટે મદદ, માત્ર એક કલાકમાં ભેગા કર્યા 30 લાખ રૂપિયા
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: આતંકવાદ, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, પુલવામા એટેક

    આગામી સમાચાર