NEP 2020: પીએમ મોદીએ કહ્યું, બાળકોમાં મેથમેટિકલ થિન્કિંગનો વિકાસ જરૂરી

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ નવા ભારતની, નવી આશાની, નવી જરૂરિયાતોની પૂર્તિનું માધ્યમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ નવા ભારતની, નવી આશાની, નવી જરૂરિયાતોની પૂર્તિનું માધ્યમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે ગત ત્રણ દશકમાં દુનિયાનું દરેક ક્ષેત્ર બદલાયું છે. દરેક વ્યવસ્થા બદલાઈ ગઈ. આ ત્રણ દશકમાં આપણું જીવન કદાચ જ કોઈ પક્ષ હોય જે પહેલા જેવો હોય. પરંતુ એ માર્ગ જેની પર ચાલતાં સમાજ ભવિષ્યની તરફ વધે છે, આપણી શિક્ષણ વ્યવસ્થા, તે પણ હજુ પણ જૂની પદ્ધતિથી ચાલી રહી હતી. પીએમ મોદીએ કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ નવા ભારતની, નવી આશાની, નવી જરૂરિયાતોની પૂર્તિનું માધ્યમ છે. તેના પાછળ ચાર-પાંચ વર્ષોની આકરી મહેનત છે, દરેક ક્ષેત્ર, દરેક વિદ્યા, દરેક ભાષાના લોકોએ તેની પર દિવસ-રાત કામ કર્યું છે. પરંતુ આ કામ હજુ પૂરું નથી થયું. વડાપ્રધાન શુક્રવારે 21મી સદીના સ્કૂલના શિક્ષણ પર સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન પીએમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New Education Policy) અંગે પણ ચર્ચા કરી.

    વડાપ્રધાને કહ્યું કે, અસલી કામ તો હવે શરૂ થયું છે. હવે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એટલી જ પ્રભાવી રીતે લાગુ કરવાની છે અને આ કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. મને ખુશી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાના આ અભિયાનમાં આપણા આચાર્યો અને શિક્ષકો પૂરા ઉત્સાહથી હિસ્સો લઈ રહ્યા છે. પીએમ કહ્યું કે, થોડા દિવસ પહેલા શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવા માટે દેશભરમાં શિક્ષણો પાસેથી MyGov પર તેમના સૂચનો માંગ્યા હતા. એક સપ્તાહની અંદર જ 15 લાખથી વધુ સૂચન મળ્યા છે. આ સૂચનો રાષ્ટ્રીય સુરક્ષા નીતિને વધુ પ્રભાવી રીતે લાગુ કરવામાં મદદ કરશે.


    આ પણ વાંચો, ખાલિસ્તાની આતંકીઓ પાછળ પાકિસ્તાનનો હાથ, ભારત-કેનેડા માટે ખતરોઃ રિપોર્ટ

    ગણિત વિચારવાની એક પદ્ધતિ- વડાપ્રધાન મોદી

    નવી શિક્ષણ નીતિ પર પ્રકાશ ફેંકતા પીએમે કહ્યું કે બાળકોમાં ગાણિતિક વિચારસરણી અને વૈજ્ઞાનિક ટેમ્પરેમેન્ટ વિકસિત હોય, તે ખૂબ આવશ્યક છે અને ગાણિતિક વિચારસરણીનો અર્થ માત્ર એ નથી કે બાળકો ગણિતના પ્રોબ્લેમ જ સોલ્વ કરે, પરંતુ એ વિચારવાની એક પદ્ધતિ છે.


    આ પણ વાંચો, ચીને COVID-19 માટે પહેલી નેઝલ સ્પ્રે વેક્સીનના પરીક્ષણને આપી મંજૂરી

    વડાપ્રધાને કહ્યું કે, આપણે સરળ અને નવી-નવી પદ્ધતિઓને વધારવી પડશે. આપણા આ પ્રયોગ, નવા સમયના શિક્ષણનું મૂળમંત્ર હોવું જોઈએ- એન્ગેજ, એક્સપ્લોર, એક્સપીરિયન્સ, એક્સપ્રેસ અને એક્સેલ. પીએમે કહ્યું કે આપણા દેશમાં દરેક ક્ષેત્રની પોતાની કંઈકને કંઈક ખુબી છે, કોઈ ને કોઈક પારંપરિક કળા, કારીગરી, પ્રોડક્ટ્સ દરેક સ્થળની મશહૂર છે. સ્કૂલોમાં પણ આવી સ્કિલ્ડ લોકોને બોલાવી શકાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: