ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન વર્ધમાનની વાપસી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ભારતની કૂટનીતિક જીત છે. દિલ્હીમાં એક સાર્વજનિક કાર્યક્રમમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, હિન્દુસ્તાન જે પણ કરે છે, દુનિયા તેમને ધ્યાનથી જુએ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે થયું તેના કારણે સંસ્કૃત શબ્દ 'અભિનંદન'નો અર્થ હવે બદલાઈ ગયો છે.
'Construction Technology India 2019'માં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની તાકાત છે કે તે ડિક્શનરીના શબ્દોના અર્થ બદલી દે છે. એક સમયે અભિનંદનનો અર્થ થતો હતો congratulations અને હવે અભિનંદનનો અર્થ જ બદલાઈ જશે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અભિનંદન વર્ધમાનની દેશ વાપસી પર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું કે, ઘરમાં આપનું સ્વાગત છે વિંગ કમાન્ડર અભિનંદન! રાષ્ટ્રને આપના અનુકરણીય સાહસ પર ગર્વ છે. આપણા સુરક્ષા દળો 130 કરોડ ભારતીયો માટે પ્રેરણા છે, વંદે માતરમ!
ઉલ્લેખનીય છે કે, શુક્રવાર રાત્રે પાકિસ્તાને વાઘા બોર્ડર પર અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યા. આ અવસરે વાયુસેનાના સિનિયર અધિકારીઓની સાથે તેમના માતા-પિતા વાઘા બોર્ડર પર ઉપસ્થિત હતા. તેની સાથોસાથ અનેક બીજા લોકો પણ અભિનંદનના સ્વાગત માટે વાઘા બોર્ડર પર હાજર રહ્યા. લોકો ઢોલ વગાડીને અને તિરંગો લહેરાવીને દેશના વીરને સન્માન આપ્યું અને ભારત માતા કી જયના નારા લગાવ્યા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર