પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ, ઇમાનદારીથી ટેક્સ આપે દરેક ભારતીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ, ઇમાનદારીથી ટેક્સ આપે દરેક ભારતીય

130 કરોડથી વધારે લોકોના દેશમાં ફક્ત 1.5 કરોડ લોકો જ ટેક્સ આપે છે - નરેન્દ્ર મોદી

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ટેક્સ પ્રણાલીને નાગરિક કેન્દ્રિત બનાવવાનો ઉલ્લેખ કરતા બુધવારે કહ્યું હતું કે દેશમાં ઘણા બધા લોકો દ્વારા ટેક્સ નહીં આપવાનો ભાર ઇમાનદાર કરદાતા પર પડે છે. આવામાં દરેક ભારતીયએ આ વિષય પર આત્મમંથન કરીને ઇમાનદારીથી ટેક્સ આપવો જોઈએ. ન્યૂઝ ચેનલ ‘ટાઇમ્સ નાઉ’ના એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે ઘણા બધા લોકો ટેક્સ નથી દેતા, ટેક્સ નહીં આપવાની રીત શોધી લે છે, તો તેનો ભાર એ લોકો પર પડે છે જે ઇમાનદારીથી ટેક્સ ચૂકાવે છે. જેથી હું આજે દરેક ભારતીયને આ વિષયમાં આત્મમંથન કરવાનો આગ્રહ કરીશ. શું તેમને આ સ્થિતિ સ્વિકાર છે?

  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 1.5 કરોડથી વધારે કાર વેચાઈ છે. ત્રણ કરોડથી વધારે ભારતીય વેપારના કામથી કે ફરવા માટે વિદેશ ગયા છે પણ સ્થિતિ એવી છે કે 130 કરોડથી વધારે લોકોના દેશમાં ફક્ત 1.5 કરોડ લોકો જ ટેક્સ આપે છે. તેમણે કહ્યું હતું કે હું બધા દેશવાસીઓને આગ્રહ કરીશ કે તે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનારને યાદ કરતા આ વિશે સંકલ્પ કરે અને વચન લે કે ઇમાનદારથી જે ટેક્સ બનતો હશે તે આપીશ.

  આ પણ વાંચો - IPL પહેલા આવી મોટી ખબર, વિરાટ કોહલીની ટીમ RCB થઈ ‘બંધ’, આ છે કારણ

  પીએમે કહ્યું હતું કે એક નાગરિક તરીકે દેશ આપણને જે કર્તવ્યો નિભાવવાની અપેક્ષા કરે છે તે જ્યારે પૂરા થાય છે તો દેશને પણ નવી ઉર્જા અને નવી તાકાત મળે છે. આ નવી ઉર્જા અને નવી તાકાત ભારતને આ દશકમાં નવી ઉંચાઈઓ પર લઈ જશે.

  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હવે ભારતનો લક્ષ્યાંક આગામી પાંચ વર્ષમાં પોતાની અર્થવ્યવસ્થાને 5000 અબજ ડોલર સુધીનો વિસ્તાર આપવાનો છે. આ લક્ષ્ય આસાન નથી. જોકે એવો પણ નથી કે તેને મેળવી ના શકાય.
  Published by:Ashish Goyal
  First published: