બેંગલુરુમાં આયોજીત ત્રણ દિવસીય સેમીકોન ઇન્ડિયા કોન્ફ્રેસ-2022ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ આ વાત કહી
PM Narendra Modi Speech - પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - દુનિયામાં પરિવર્તન થઇ રહ્યું છે. આ તકને ઝડપવા ભારતે હાઇ ટેક, સારી ગુણવત્તા વાળા અને વિશ્વસનીય ઉત્પાદનો પર ફોક્સ કરવો જોઈએ. સેમીકંડક્ટર પણ તેમાંથી એક છે
નવી દિલ્હી : સેમીકંડક્ટરની (semiconductor)અછતથી ઝઝુમી રહેલું ભારત (india)આવનાર સમયમાં સેમીકંડક્ટરનું હબ (semiconductor hub)બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સેમીકંડક્ટરના ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતને એક મુખ્ય ભાગીદારીના રુપમાં સ્થાપિત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. આ દિશામાં ભારતનો પ્રયત્ન થઇ રહ્યો છે. બેંગલુરુમાં આયોજીત ત્રણ દિવસીય સેમીકોન ઇન્ડિયા કોન્ફ્રેસ-2022ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ આ વાત કહી હતી. તેમણે સંમેલનને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યું હતું.
ભારતમાં જોખમ લેવાની ભૂખ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દુનિયામાં પરિવર્તન થઇ રહ્યું છે. આ તકને ઝડપવા ભારતે હાઇ ટેક, સારી ગુણવત્તા વાળા અને વિશ્વસનીય ઉત્પાદનો પર ફોક્સ કરવો જોઈએ. સેમીકંડક્ટર પણ તેમાંથી એક છે. તેમણે કહ્યું કે સેમીકંડક્ટર ઘણી રીતથી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણા બધાના સામૂહિક પ્રયત્ને ભારતને ગ્લોબલ સેમીકંડક્ટર સપ્લાય ચેઇનમાં એક મુખ્ય ભાગીદારના રુપમાં સ્થાપિત કરવું છે.
પીએમે કહ્યું કે ભારતમાં ટેકનિક અને જોખમ લેવાની ભૂખ છે. આપણે એક સહાયક નીતિગત વાતાવરણના માધ્યમથી જ્યાં સુધી સંભવ હોય વિધ્નોને દૂર કર્યા છે. આપણે જોયું કે ભારતનો અર્થ વેપાર છે.
પ્રધાનમંત્રીએ તે છ કારણો જણાવ્યા હતા જેના કારણથી ભારત સેમીકંડક્ટર અને ટેકનોલોજી માટે એક આકર્ષક ગંતવ્ય રહેશે. પ્રથમ, 130 કરોડથી વધારે ભારતીયોને જોડવા માટે ડિજિટલ બુનિયાદી સ્ટ્રક્ચરનું નિર્માણ થઇ રહ્યું છે. બીજુ, ભારત આગામી ટેક ક્રાંતિનો રસ્તો તૈયાર કરી રહ્યું છે. અહીં 5 જી, આઇઓટી અને ક્લીન એનર્જી ટેકનો વિસ્તાર થઇ રહ્યો છે.
ત્રીજુ, ભારત મજબૂત આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ભારત પાસે દુનિયાની સૌથી ઝડપથી વધતી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે. 2026 સુધી ભારતની સેમીકંડક્ટરની ખપત 80 અબજ ડોલરને પાર પહોંચી જશે. જ્યારે 2030 સુધી 110 બિલિયન ડોલરને પાર કરવાની આશા છે.
ચોથું , ભારતમાં વેપારને આસાન બનાવવા માટે વ્યાપક સુધાર કર્યા છે. આપણી પાસે એક અસાધારણ સેમીકંડક્ટર ડિઝાઇન ટેલેન્ટ પૂલ છે. જે દુનિયાના 20 ટકા સેમીકંડક્ટર ડિઝાઇન એન્જીનિયરોને બનાવે છે. ભારતમાં હાલના સમયે દુનિયાના શીર્ષ 25 કંપનીઓના સેમીકંડક્ટર ડિઝાઇન સેન્ટર ઉપલબ્ધ છે. છઠ્ઠું , આપણે ભારતીય વિનિર્માણ ક્ષેત્રને બદલવાની દિશામાં ઘણા ઉપાય કર્યા છે. તે પણ તેવા સમયે જ્યારે આખી દુનિયા મહામારીથી લડી રહી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર