દરેક નાગરિકને મળશે કોરોના વેક્સીન, કોઈ વંચિત નહીં રહે- વડાપ્રધાન મોદી

દરેક નાગરિકને મળશે કોરોના વેક્સીન, કોઈ વંચિત નહીં રહે- વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉન સમયસર લાગુ કરવાના કારણે લાખો લોકોના જીવ બચાવી શકાયા

પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉન સમયસર લાગુ કરવાના કારણે લાખો લોકોના જીવ બચાવી શકાયા

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ એ વાતનો સંકેત આપ્યો છે કે ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy) અપેક્ષા કરતાં ઘણી વધારે ઝડપથી પાટા પર પરત ફરી રહી છે. તેઓએ કહ્યું કે ભારત સરકારે હાલના દિવસોમાં લેબર લૉ, કૃષિ કાયદા અને મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં જે પ્રકારના ફેરફાર કર્યા છે તેના કારણે આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થામાં મોટા ફેરફાર જોવા મળશે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઈ હાલના સમયમાં દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. હું ભારતના દરેક નાગરિકને જણાવી દઉં કે કોરોનાની વેક્સીન દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કોઈ પણ તેનાથી વંચિત નહીં રહી જાય.

  અંગ્રેજી અખબાર ‘ઇકોનોમિક ટાઇમ્સ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના મહામારીની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાને સુધારવામાં હાલમાં જે ઝડપથી સુધારવાદી પગલાં ભરવામાં આવ્યા છે તેનાથી સમગ્ર દુનિયાનું ધ્યાન આપણી તરફ આકર્ષિત થયું છે. દુનિયાભરના દેશ હવે ભારતના બજારની તાકાત પર વિશ્વાસ કરવા લાગ્યા છે. ભારત રોકાણ માટે સૌથી પસંદગીનું ડેન્ટીનેશન બનવા તરફ અગ્રેસર છે. તેઓએ કહ્યું કે, લૉકડાઉનને સમયસર લાગુ કરવાના કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા પાટા પર પરત ફરી છે અને 2024 સુધી આપણે 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય પૂરું કરીશું.  આવો જાણીએ વડાપ્રધાને પોતાના ઇન્ટરવ્યૂમાં કઈ-કઈ ખાસ વાતોનો ઉલ્લેખ કર્યો...

  1. કોરોનાના મામલામાં ભલે ઘટાડો આવ્યો હતો પરંતુ આપણે તેનાથી ઉજવણી કરવાની જરૂર નથી કારણ કે આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા સંકલ્પ, આપણા વ્યવહારમાં ફેરફાર લાવીશું અને સિસ્ટમને મજબૂત કરીશું.

  2. લૉકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેઓએ કહ્યું કે હજુ પણ વર્ષ 2024 સુધી 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને કહ્યું કે ટીકાકારો સરકારની છબિ ખરાબ કરવા માંગે છે.

  3. દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે. જોકે સુધારવાદી પગલા દુનિયાને સંકેત છે કે નવું ભારત બજારની તાકાતો પર ભરોસો કરે છે. તે રોકાણનું સૌથી મનપસંદ ડેસ્ટીનેશન બનશે.

  આ પણ વાંચો, પાકિસ્તાનને ભારતના હુમલાનો હતો ડર, તેના કારણે અભિનંદન વર્ધમાનને કર્યા હતા મુક્ત

  4. વિશેષજ્ઞ લાંબા સમયથી કૃષિ સુધારની વકાલત કરી રહ્યા છે. ત્યાં સુધી કે રાજકીય પાર્ટીઓ પણ આ સુધારોના નામ પર વોટ માંગતા રહ્યા છે. તમામની ઈચ્છા હતી કે આ સુધાર થાય. મુદ્દો એ છે કે વિપક્ષી પાર્ટી એવું નથી ઈચ્છતી કે અમને તેનો શ્રેય મળે. અમે ક્રેડિટ પણ નથી ઈચ્છતા.

  5. મહામારી બાદ દુનિયામાં ભારત મેન્યૂફેક્ચરિંગ અને સપ્લાય ચેઇનની વ્યવસ્થામાં અગ્રણી દેશોમાં સામેલ થશે. ભારત બીજા દેશોની નુકસાનથી ફાયદો ઉઠાવવામાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ ભારત પોતાના લોકતંત્ર, જનસંખ્યા અને ઊભી થયેલી ડિમાન્ડથી આ મુકામ હાસલ કરશે.

  આ પણ વાંચો, COVID-19: દેશમાં સંક્રમિત લોકોનો આંક 80 લાખને પાર, 24 કલાકમાં 517 દર્દીનાં મોત

  6. ઈપીએફઓના નવા શુદ્ધ ગ્રાહકોના મામલામાં ઓગસ્ટ 2020ના મહિનાને જુલાઈ 2020ની તુલનામાં એક લાખથી વધુ નવા ગ્રાહકોની સાથે 24 ટકાની છલાંગ મારી છે. તેનાથી જાણી શકાય છે કે નોકરીઓનું બજાર ખુલી રહ્યું છે.

  7. આત્મનિર્ભર ભારતની ઘોષણાઓ અર્થવ્યવસ્થા માટે એક મોટી પ્રેરણા છે. ખાસ કરીને નાના વ્યવસાયો અને અનૌપચારિક ક્ષેત્ર માટે. મને લાગે છે કે રોકાણ અને માળખાકિય સુવિધાઓના મોટા વિસ્તાર અને વિકાસ માટે પ્રેરક શક્તિ બની જશે.
  Published by:Mrunal Bhojak
  First published:October 29, 2020, 10:18 am

  ટૉપ ન્યૂઝ