Home /News /national-international /

Modi@8: શું છે પીએમ મોદીની 8 વર્ષોની દિનચર્યા, સવારથી લઇ રાત સુધી, જાણો

Modi@8: શું છે પીએમ મોદીની 8 વર્ષોની દિનચર્યા, સવારથી લઇ રાત સુધી, જાણો

પીએમ મોદી વિશે કહેવાય છે કે તે રાત્રે ગમે તેટલા લેટ ઊંઘે પણ તે સવારે ચાર કલાકે ઉઠી જાય છે. પહેલું કામ યોગનું હોય છે. આ એકદમ ફરજિયાત છે (ફાઇલ ફોટો)

Narendra Modi Government : પીએમ મોદીનું રુટીન 8 વર્ષથી લગભગ એક જવું જ છે, પીએમ મોદીએ જ્યારે આ શીર્ષ પદ પર પોતાના 8 વર્ષ પુરા કર્યા છે તો જાણવી જોઈએ કે વર્ષોથી તેમની દિનચર્ચા કેવી રહી છે

    બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે કેટલાક સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi)ઇન્ટરવ્યૂ લીધો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તે કેટલા કલાક ઊંઘે છે. ક્યારથી આટલી જ ઊંઘ લઉ રહ્યા છે. પીએમ મોદીનું રુટીન (PM Modi routine)8 વર્ષથી લગભગ એક જવું જ છે. સવારે વહેલા ઉઠવું અને રાત્રે લેટ ઊંઘવું. દિવસભર સતત કામ કરવું. પીએમ મોદીએ જ્યારે આ શીર્ષ પદ પર પોતાના 8 વર્ષ પુરા કર્યા છે તો જાણવી જોઈએ કે વર્ષોથી તેમની દિનચર્ચા કેવી રહી છે.

    કેટલી ઊંઘ લે છે

    પ્રધાનમંત્રી મોદી રાત્રે સાડા ત્રણથી ચાર કલાક ઊંઘે છે. ઇન્ટરવ્યૂમાં તે એ પણ કહી ચૂક્યા છે કે તે આવું લાંબા સમયથી કરી રહ્યા છે. આ તેમની દિનચર્યામાં સામેલ થઇ ગયું છે. તે આનાથી વધારે ઊંઘી શકતા નથી. સાડા ત્રણ કે ચાર કલાક પછી ઊંઘ જાતે જ ઉડી જાય છે. પછી રોજની દિનચર્યા શરુ થઇ જાય છે.

    રોજ કેટલા કલાક કામ

    તે દેશના એવા પ્રધાનમંત્રી છે જેમને વર્કોહલિક કહેવામાં આવે છે. તે પોતે ઘણું કામ કરે છે અને ઇચ્છે છે કે તેમની ટીમ અને મંત્રી પણ સખત મહેનત કરે. તેમના વિશે એ પણ કહેવામાં આવે છે કે તે દિવસમાં લગભગ 18 કલાક કામ કરે છે.

    કેવી રીતે શરૂ થાય છે દિનચર્યા

    પીએમ મોદી વિશે કહેવાય છે કે તે રાત્રે ગમે તેટલા લેટ ઊંઘે પણ તે સવારે ચાર કલાકે ઉઠી જાય છે. પહેલું કામ યોગનું હોય છે. આ એકદમ ફરજિયાત છે. પછી તે અખબાર વાંચે છે જેથી દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તે વિશે જાણી શકાય.

    આ પણ વાંચો - Modi@8: PM મોદીનો જાદુ અકબંધ, કોંગ્રેસ પાસે ટ્રિક્સની બેગ ખાલી થઈ ગઈ હોય તેવું લાગે છે!

    સવારે ચા અને નાશ્તો

    પછી હળવા નાસ્તાનો સમય હોય છે. નાશ્તામાં ગુજરાતી ડિશ પસંદ છે. આ પહેલા તે રોજ સવારે આદુવાળી ચા અવશ્ય પીવે છે. ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે દિવસમાં તેમને ચા ની જરૂર પડતી નથી પણ સાંજે ચાર વાગે અવશ્ય ચા પીવા માંગે છે. તેનાથી સ્કૂર્તિનો અનુભવ થાય છે. સવારે નાશ્તામાં તેમને મોટાભાગે ગુજરાતી અને ઉત્તર ભારતીય વ્યંજન જેવા કે ખીચડી, કઢી, ઉપમા, ખાખરા પરોસવામાં આવે છે. તેમનો કુક બદ્રી મીના આ તૈયાર કરે છે.

    પછી ઓફિસનો સમય

    તે રોજ સવારે 9 કલાકે ઓફિસ પહોંચી જાય છે. પોતાની બધી મિટિંગ સેવન રેસ કોર્સ રોડ પર જ કરે છે. જે હંમેશા અડધી રાત સુધી ચાલે છે. આ દરમિયાન તે પોતાની સાઉથ બ્લોકની ઓફિસ જાય છે.

    આ પણ વાંચો - Modi@8: પીકોક હેટથી જાપી ટોપી સુધી, જુઓ પીએમ નરેન્દ્ર મોદીની રંગબેરંગી પાઘડીઓ

    દિવસ અને રાજ્ઞે શું જમે છે

    મોદીનું લંચ બપોરે કામની વચ્ચે જ થાય છે. લંચમાં મોટાભાગે ગુજરાતી ભોજન જમે છે. જ્યારે રાત્રે હંમેશા ટીવી જોતા ખાવાનું ખાય છે. રાત્રે હળવું ભોજન હોય છે. કહેવામાં આવે છે કે તે ચેનલ બદલી બદલીને ન્યૂઝ જોવાનું પસંદ કરે છે. રાત્રે ઊંઘતા પહેલા તે ટીવી પર સમાચાર જોવે છે. રાત્રે નિવાસ પર પહોંચ્યા પછી ફોનથી પોતાના મંત્રીઓ સાથે સંપર્કમાં રહે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Modi Government 2.0, પીએમ મોદી

    આગામી સમાચાર