ટ્રમ્પના ટ્વિટ પર PM મોદીનો જવાબઃ આવા કપરા સમયે જ વધે છે દોસ્તોમાં નિકટતા

News18 Gujarati
Updated: April 9, 2020, 11:46 AM IST
ટ્રમ્પના ટ્વિટ પર PM મોદીનો જવાબઃ આવા કપરા સમયે જ વધે છે દોસ્તોમાં નિકટતા
ભારત COVID-19 વિરુદ્ધની માનવતાની લડાઈમાં મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરશેઃ પીએમ નરેન્દ્ર મોદી

ભારત COVID-19 વિરુદ્ધની માનવતાની લડાઈમાં મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરશેઃ પીએમ નરેન્દ્ર મોદી

  • Share this:
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ મલેરિયા ની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine)ને અમેરિકા નિકાસ કરવાની મંજૂરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને શાનદાર વ્યક્ત ગણાવતાં કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં ભારતની મદદને ભૂલવામાં નહીં આવે. આ દવાને કોરોના વાયરસ (Coronavirus)ની સારવારમાં કારગર માનવામાં આવી રહી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને પીએમ મોદીને મહાન નેતા ગણાવ્યા. ત્યારબાદ પીએમ મોદીએ પણ જવાબ આપ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા અમેરિકાને નિકાસ કરવાની મંજૂરી આપવા માટે ભારતનો આભાર વ્યક્ત કરવાની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની પ્રતિક્રિયાનો જવાબ આપતા લખ્યું કે, આપની સાથે બિલકુલ સહમત છું રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આવો સમય દોસ્તોને નજીક લાવે છે. ભારત-અમેરિકાની ભાગીદારથી પહેલાથી વધુ મજબૂત છે. ભારત COVID-19ની વિરુદ્ધ માનવતાની લડાઈમાં મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.


ટ્રમ્પે કોરોના વાયરસ પર પોતાના નિયમિત વ્હાઇટ હાઉસ સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, અમે જે વસ્તુઓ માટે અનુરોધ કર્યો હતો તેને મંજૂરી આપવા માટે હું ભારતના વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરવા માંગું છું અને તેઓ ખૂબ શાનદાર વ્યક્તિ છે. અમે આને યાદ રાખીશું.

આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના ફરી વખાણ કર્યા, કહ્યું- આપના નેતૃત્વમાં માનવતાને મદદ મળી

મજબૂત નેતૃત્વ માટે પીએમ મોદીની પ્રશંસા

આ અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટમાં કહ્યું કે, અસાધારણ સમયમાં દોસ્તોની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની આવશ્યક્તા હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી સંબંધિત નિર્ણય માટે ભારત અને ભારતીયનો આભાર. અમે આ નહીં ભૂલીએ. આ જંગમાં ભારત જ નહીં, માનવતાની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપને આપના નેતૃત્વ માટે ધન્યવાદ.આ ટ્વિટ વાયરલ થઈ ગયું અને તેને 60,000થી વધુ વાર રિટ્વિટ કરવામાં આવ્યું તથા બે લાખથી વધુ લોકોએ તેને લાઇક કર્યું.

નોંધનીય છે કે, બુધાવર રાત સુધીમાં લગભગ 14,600થી વધુ અમેરિકોએ આ સંક્રમણ રોગના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે અને 4.3 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે.

આ પણ વાંચો, WHOનો ટ્રમ્પને જવાબઃ જો આપણે સુધર્યા નહીં તો સૌની સામે વધુ લાશોના ઢગ હશે
First published: April 9, 2020, 11:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading