કોવિડમાં અનાથ થયેલા બાળકો માટે શરુ થઇ કેર ફોર ચિલ્ડ્રન યોજના, પીએમ મોદીએ કહ્યું- તેમની તકલીફ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ
કોવિડમાં અનાથ થયેલા બાળકો માટે શરુ થઇ કેર ફોર ચિલ્ડ્રન યોજના, પીએમ મોદીએ કહ્યું- તેમની તકલીફ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ
પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજીત પ્રોગ્રામ દરમિયાન બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રનની પાસબુક સાથે આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય સ્કીમ અંતર્ગત વર્ચ્યુઅલ રુપથી હેલ્થ કાર્ડ પણ આપ્યા
PM CARES for Children Scheme - પીએમ મોદીએ કહ્યું- ટેકનોલોજીનો ઉપયોગ વધારીને અમારી સરકારે ગરીબને તેના અધિકારી સુનિશ્ચિત કર્યા છે. હવે ગરીબને વિશ્વાસ છે કે સરકારી યોજનાઓનો લાભ તેને મળશે, નિરંતર મળશે
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (prime minister narendra modi)આજે કોરોના મહામારી દરમિયાન પોતાના માતા-પિતા ગુમાવનાર બાળકો માટે ખાસ યોજના શરૂ કરી છે. પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના (PM CARES for Children Scheme)અંતર્ગત બાળકોની મદદ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજીત પ્રોગ્રામ દરમિયાન બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રનની પાસબુક સાથે આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય સ્કીમ અંતર્ગત વર્ચ્યુઅલ રુપથી હેલ્થ કાર્ડ પણ આપ્યા હતા.
આ સ્કીમને લોન્ચ કરવા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું જાણું છું કે કોરોનાના કારણે જેમણે પોતાના ગુમાવ્યા છે તેમના જીવનમાં આવેલા આ ફેરફાર કેટલો મુશ્કેલ છે. દરરોજનો સંઘર્ષ, દરરોજની તપસ્યા. આજે જે બાળકો આપણી સાથે છે, જેમના માટે કાર્યક્રમ થઇ રહ્યો છે તેમની તકલીફ શબ્દોમાં કહેવી મુશ્કેલ છે.
લોનની સુવિધા
પીએમ મોદીના મતે જો કોઇ પ્રોફેશનલ કોર્સ અને હાયર એજ્યુકેશન માટે લોનની જરૂર હશે તો PM-CARES તરફથી તેમની મદદ કરવામાં આવશે. આ પ્રસંગે તેમણે કહ્યું કે રોજની બીજી જરુરિયાત માટે અને અન્ય યોજનાઓના માધ્યમથી તેમના માટે 4 હજાર રૂપિયાની દર મહિને વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે દેશને 8 વર્ષ પહેલા મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા. આજે જ્યારે અમારી સરકાર 8 વર્ષ પુરા કરી રહી છે ત્યારે દેશનો આત્મવિશ્વાસ, દેશવાસીઓનો પોતાના પર વિશ્વાસ અભૂતપૂર્વ છે. ભ્રષ્ટાચાર, હજારો કરોડના કૌભાંડ, ભાઇ-ભત્રીજાવાદ, દેશભરમાં ફેલાઇ રહેલા આતંકી સંગઠન, ક્ષેત્રીય ભેદભાવ જે કુચક્રમાં દેશ 2014 પહેલા ફસાયેલો હતો તેમાંથી બહાર નીકળી રહ્યો છે.
PM-CARES for Children Scheme will support those who lost their parents to Covid-19 pandemic. https://t.co/p42sktb6xz
પીએમ મોદીએ કહ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ વધારીને અમારી સરકારે ગરીબને તેના અધિકારી સુનિશ્ચિત કર્યા છે. હવે ગરીબને વિશ્વાસ છે કે સરકારી યોજનાઓનો લાભ તેને મળશે, નિરંતર મળશે. આ વિશ્વાસ વધારવા માટે અમારી સરકાર હવે શત પ્રતિશત સશક્તિકરણનું અભિયાન ચલાવી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ કોરાના મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકોની સહાય માટે ગત વર્ષે પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમની જાહેરાત કરી હતી. પહેલા આ સ્કીમનો લાભ લેવાની ડેડલાઇન 31 ડિસેમ્બપ 2021 હતી. જોકે હવે આ ડેડલાઇનને 28 ફેબ્રુઆરી 2022 સુધી વધારી દીધી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર