ફાની : કેન્દ્ર સરકારે ઓડિશાને આપ્યું 1000 કરોડનું રાહત પેકેજ

હેલિકોપ્ટરથી ઓડિશાનો એરિયલ સર્વે કરતાં પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

પીએમ મોદીએ કહ્યું કે ઓડિશાની નવીન પટનાયક સરકારે ઘણું સારું કામ કર્યું

 • Share this:
  વડાપ્રધાન મોદીએ ચક્રવાતી તોફાન ફાનીથી પ્રભાવિત ઓડિશા માટે 1000 કરોડ રાહત પેકેજની જાહેરાત કરી છે. સોમવારે ભુવનેશ્વરમાં ફાની પ્રભાવિત વિસ્તારોનું હેલિકોપ્ટરથી સર્વે કર્યા બાદ મોદીએ આ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ઓડિશાની નવીન પટનાયક સરકારે ઘણું સારું કામ કર્યું.

  પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક પગલે ઓડિશાની સાથે છે. કેન્દ્ર અને રાજ્યએ મળીને કામ કર્યું. વડાપ્રધાને કહ્યું કે, અમે ઓડિશાને શક્ય એટલી બધી મદદ કરીશું. આ પહેલા કેન્દ્ર સરકારે તોફાન આવ્યા પહેલા ઓડિશાને 381 કરોડનું રાહત પેકેજ આપ્યું હતું.

  બીજી તરફ, બંગાળની મુખ્યમંત્રીએ ફાનીને લઈ યોજાનારી સમીક્ષા બેઠક કરવાનો ઇન્કાર કરી દીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસ બાદ સ્થિતિની સમીક્ષા માટે બંગાળ જવાના હતા. પરંતુ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારે કહ્યું કે તમામ સરકારી અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે આ બેઠક નહીં કરી શકાય.

  આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તોફાન પ્રભાવિત રાજ્ય ઓડિશાને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 કરોડની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ઓડિશાને 11 કરોડ રૂપિયાની સહાયત આપવાની જાહેરાત કરી. આ મદદ મુખ્યમંત્રી રાહત ફંડથી ઓડિશાને આપવામાં આવશે.

  ઉલ્લેખનીય છે કે, તોફાન પ્રભાવિત ઓડિશાની આર્થિક મદદની જાહેરાત અનેક રાજ્યોના મુખયમંત્રી કરી ચૂક્યા છે. રવિવારે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10 કરોડ રૂપિયા મદદની જાહેરાત કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: