PM મોદીના નામે વધુ એક રેકોર્ડ, સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન રહેનારા ગેરકૉંગ્રેસી નેતા બન્યા

News18 Gujarati
Updated: August 2, 2020, 3:29 PM IST
PM મોદીના નામે વધુ એક રેકોર્ડ, સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન રહેનારા ગેરકૉંગ્રેસી નેતા બન્યા
પીએમ મોદીની ફાઇલ તસવીર

પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનારા ગેરકૉંગ્રેસી નેતા બની ગયા છે.

  • Share this:
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વધુ એક રેકોર્ડ બની ગયો છે. નરેન્દ્ર મોદીએ (Narendra Modi) બીજેપીના (BJP) સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન (Prime Minister) બનવાનો રેકોર્ડ બનાવી લીધો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ (record) પીએમ મોદીએ તોળ્યો છે. પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનારા ગેરકૉંગ્રેસી નેતા બની ગયા છે.

વાજપેયી સતત 2256 દિવસો સુધી દેશના પીએમ હતા

અટલ બિહારી વાજપેયી સતત 2256 દિવસો સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. 19 માર્ચ 1998 અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા હતા જે સતત 22 મે 2004 સુધી દેશના વડાપ્રધાન રહ્યા. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી 2260 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા છે. નરેન્દ્ર મોદી સૌથી વધારે સમય માટે વડાપ્રધાન બનનારા બીજેપીના અને ગેર કૉંગ્રેસી વડાપ્રધાન બન્યા છે. પીએમ મોદીનો કાર્યકાળ 26 મે 2014થી શરૂ થયો હતો જે અત્યાર સુધી ચાલુ જ છે. મહત્વનું છે કે, વર્ષ 2014માં બીજેપી પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવી હતી. જે બાદ 26 મે 2014ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન પદની શપથ લીધી હતી. તેમનો પહેલો કાર્યકાળ વર્ષ 2019માં ખત્મ થયો હતો.

આઝાદી પછી અત્યાર સુધી 15 વડાપ્રધાન

આઝાદી પછી 1947થી લઇને 2020 સુધી અત્યાર સુધી દેશને 15 વડાપ્રાધાન મળ્યા છે. દેશના સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના નામે દેશના સૌથી લાંબા સમય માટે વડાપ્રાધાન રહેવાનો રેકોર્ડ છે. જવાહરલાલ નેહરૂના નિધન પહેલા કેઓ 6130 દિવસો સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.

આ પણ વાંચો -Corona Warrior ડૉક્ટરે 17 જુલાઇના ઉજવ્યો બર્થડે, ઇદના દિવસે મુસ્કાન સાથે કહી દીધુ અલવિદાઇન્દિરા ગાંધી પહેલા મહિલા વડાપ્રધાન

જવાહર લાલ નેહરૂ બાદ ઇન્દિરા ગાંધી દેશના બીજા સૌથી વધુ સમય સુધી રહેનારા વડાપ્રધાન બન્યા. દેશના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરાના નામે 5829 દિવસો સુધી વડાપ્રધાન થવાનો રેકોર્ડ છે. તેઓ 24 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 સુધી એટલે 11 વર્ષ 59 દિવસ સુધી સતત પીએમ રહ્યા. જે બાદ બીજીવાર 14 જાન્યુઆરી 1980થી 31 ઓક્ટોબર 1984 સુધી પીએમનું પદ સંભાળ્યુ હતુ.

આ પણ જુઓ -

ઇન્દિરા ગાંધી બાદ ડૉક્ટર મનમોહનસિંહ સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન

ઇન્દિરા ગાંધી બાદ ડૉક્ટર મનમોહનસિંહ સૌથી લાંબા સમય માટે દેશના વડાપ્રધાન બન્યા હતા. મનમોહનસિંહે યુપીએ 1 અને યુપીએ 2 દરમિયાન વર્ષ 2004થી 2014 સુધી એટલે 10 વર્ષ વડાપ્રધાન બન્યા હતા. તેમના નામ પર 3656 દિનો સુધી વડાપ્રધાન બની રહેવનો રેકોર્ડ છે.

આ પણ વાંચો - ચેન્નાઇનાં યુવકનો દાવો, ચંદ્રયાન 2નું રોવર પ્રજ્ઞાન એકદમ બરાબર, ISROએ કહ્યું - તપાસ ચાલુ છે
Published by: Kaushal Pancholi
First published: August 2, 2020, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading