PM મોદીને મળ્યો Global Goalkeeper Award, કહ્યુ- 130 કરોડ ભારતીયોનું સન્માન

News18 Gujarati
Updated: September 25, 2019, 10:22 AM IST
PM મોદીને મળ્યો Global Goalkeeper Award, કહ્યુ- 130 કરોડ ભારતીયોનું સન્માન
સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને પીએમ મોદીને કર્યા સન્માનિત

સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને પીએમ મોદીને કર્યા સન્માનિત

  • Share this:
ન્યૂયૉર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને અમેરિકા (America)ના ન્યૂયૉર્ક (New York)માં મંગળવારે સ્વચ્છ ભારત અભિયાન (Swachh Bharat Abhiyan) માટે ગ્લૉબલ ગોલકીપર ઍવોર્ડ (Global Goalkeeper Award)થી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર તેમને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill and Melinda Gates Foundation) તરફથી આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર તેમને બિલ ગેટ્સ (Bill Gates)ના હસ્તે પ્રદાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્વચ્છતાના મહત્વ વિશે ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યુ કે ભારતે સ્વચ્છતાની દિશામાં કીર્તિમાન સ્થાપિત કર્યો છે WHOના માપદંડોને પૂરા કરતાં દેશને લગભગ 100 ટકા ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) બનાવ્યું છે. તેઓએ એમ પણ કહ્યુ કે, આ સન્માન 130 કરોડ ભારતીયોનું સન્માન છે.

પીએમ મોદીએ કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં રેકોર્ડ 11 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું જ પરિણામ છે કે 2014થી પહેલા જ્યાં ગ્રામીણ સ્વચ્છતા 40 ટકાથી પણ ઓછી હતી તે આજે વધીને લગભગ 100 ટકા પહોંચી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન મિશનની સફળતા, કોઈ પણ આંકડાથી ઉપર છે. આ મિશને જો સૌથી વધુ લાભ કોઈને પહોંચાડ્યો હોય તો તે દેશના ગરીબને, દેશની મહિલાઓને. તેઓએ કહ્યુ કે, સ્વચ્છ ભારત મિશને ભારતના કરોડો લોકોના જીવનને વધુ સારું બનાવ્યું છે. તેમની ગરિમાની રક્ષા કરી છે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

Loading...

આ પણ વાંચો, કાશ્મીર મુદ્દે ટ્રમ્પે પાકિસ્તાનને ફરી ઝટકો આપ્યો, કહ્યુ - PM મોદી બધુ સંભાળી લેશે

પીએમ મોદીએ UNICEFના એક અભ્યાસનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષોમાં ભૂગર્ભ જળની ગુણવત્તા ઘણી સુધરી છે અને હું માનું છું કે તેમાં પણ ઘણું મોટું યોગદાન સ્વચ્છ ભારતનું છે. સ્વચ્છ ભારત મિશનનો વધુ એક પ્રભાવ છે જેની ચર્ચા ઘણી ઓછી થઈ છે. આ અભિયાન દરમિયાન બનાવવામાં આવેલા 11 કરોડથી વધુ શૌચાલયોએ ગ્રામણી સ્તરે ઇકોનોમિક એક્ટિવિટીનો એક નવો દ્વાર પણ ખોલી દીધો છે.

આ પણ વાંચો, ટ્રમ્પ પાકિસ્તાની પત્રકાર પર ભડક્યા, ઈમરાન ખાનની સામે જ કરી ફજેતી

First published: September 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...