વડાપ્રધાન મોદી પહોંચ્યા ભૂટાન, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

News18 Gujarati
Updated: August 17, 2019, 1:42 PM IST
વડાપ્રધાન મોદી પહોંચ્યા ભૂટાન, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યુ.

મિત્રતાને વધુ મજબૂત કરતાં બે દિવસના પ્રવાસે ભૂટાન પહોંચ્યા પીએમ મોદી

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના પ્રવાસ પર ભૂટાન પહોંચ્યા. વડાપ્રધાનનો આ બીજો ભૂટાન પ્રવાસ છે અને ફરી વડાપ્રધાન બન્યા બાદથી પહેલો પ્રવાસ છે. ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યુ. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ પ્રવાસ દરમિયાન બંને દેશોની વચ્ચે પારસ્પરિક સંબંધો સહિત સંયુક્ત હિતો સાથે જોડાયેલા વિષયો પર વ્યાપક ચર્ચા થશે.

ભૂટાનમાં વસતા ભારતીયોએ પીએમ મોદીનું ભવ્ય અભિવાદન કર્યુ હતું. પીએમ મોદીએ પણ ભારતીય મૂળના લોકોને મળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પણ વાંચો, ઈમરાન ખાનની આશાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવી દીધું પાણી, આપી આ સલાહવડાપ્રધાન મોદી પોતાના પ્રવાસ દરમિયાન ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ભૂટાનના ચોથા નરેશ જિગ્મે સિગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. બીજી તરફ, પોતાના ભૂટાની સમકક્ષ ડો. લોટે શેરિંગ સાથે પણ બેઠક કરશે. મોદી આ પ્રવાસમાં ભૂટાનની પ્રતિષ્ઠિત રૉયલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને સંબોધિત કરશે.

આ પહેલા પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે ભૂટાનનો તેમનો પ્રવાસ બંને દેશો વચ્ચે સમયની કસોટી પર સાચી પુરવાર થતી મિત્રતાને વધુ પ્રોત્સાહન આપશે તથા એક સમૃદ્ધ ભવિષ્ય માટે તેને મજબૂત કરશે. વડાપ્રધાને કહ્યું કે તેમની સરકારના હાલના કાર્યકાળની શરુઆતમાં આ પ્રવાસ દર્શાવે છે કે ભારત અમારા ભરોસાપાત્ર મિત્ર અને પડોસી ભૂટાનની સાથે સંબંધોને કેટલું મહત્વ આપે છે.

આ પણ વાંચો, હાડપિંજર જેવી થઈ છે હાથણી, તેમ છતાંય માલિક દયા ન ખાતાં કરાવી રહ્યો છે કામ
First published: August 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading