Home /News /national-international /PM Modi in Kasganj: પીએમ મોદીએ કહ્યું- પરિવારવાદીઓએ પોતાની તિજોરી ભરી, ક્યારેય ગરીબોની ચિંતા કરી નથી
PM Modi in Kasganj: પીએમ મોદીએ કહ્યું- પરિવારવાદીઓએ પોતાની તિજોરી ભરી, ક્યારેય ગરીબોની ચિંતા કરી નથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) યૂપી વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Election 2022) માટે શુક્રવારે કાસગંજના (PM Modi in Kasganj) પટિયાલીમાં રેલી કરી
PM Narendra Modi Rally in Uttar Pradesh - કાસગંજ રેલીમાં પીએમ મોદીએ કહ્યું - પ્રથમ તબક્કામાં મતદાન પછી પરિવારવાદી લોકોએ અનુભવ કર્યો કે તેમની નાવ ડુબી ગઈ છે જેથી તે ઇવીએમ અને ચૂંટણી પંચને દોષ આપવાનું શરૂ કર્યું છે
કાસગંજ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) યૂપી વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Election 2022) માટે શુક્રવારે કાસગંજના (PM Modi in Kasganj) પટિયાલીમાં રેલી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે પરિવારવાદીઓએ પોતાનું ઘર, તિજોરી તો ભરી પણ ક્યારેક ગરીબોની ચિંતા કરી નથી. ગરીબનું જીવન આસાન બને તેવું આ લોકો ના પહેલા ઇચ્છતા હતા ના આજે ઇચ્છે છે. આ અફવાવાદી પુરો પ્રયત્ન કરી રહ્યા હતા કે કોરોનાની મફત વેક્સીન ગરીબ પરિવારોને ના લાગે પણ ગરીબોની સરકારે તેમને સફળ થવા દીધા નથી. પીએમે કહ્યું કે સીએમ યોગીએ (CM Yogi Adityanath)યૂપીમાં (Uttar Pradesh) સુરક્ષાનો જે માહોલ આપ્યો છે તેણે સમૃદ્ધિનો નવો દ્વાર ખોલ્યો છે. સમાજનો દરેક વર્ગ મહેનત કરે, ઉન્નતિ કરી આ માટે જે માહોલ જરૂરી છે તે માહોલ ભાજપા સરકારે આપ્યો છે.
કાસગંજ રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં મતદાન પછી પરિવારવાદી લોકોએ અનુભવ કર્યો કે તેમની નાવ ડુબી ગઈ છે જેથી તે ઇવીએમ અને ચૂંટણી પંચને દોષ આપવાનું શરૂ કર્યું છે. હકીકત એ છે કે યૂપીના લોકો તેમને અને તેમના ગુંડા રાજને માનવા તૈયાર નથી. જોકે આ લોકો પોતાની ચાલ ચાલવા લાગ્યા છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે ગઇકાલે યૂપીમાં પ્રથમ તબક્કામાં મતદાન થયું છે. લોકોએ ભારે સંખ્યામાં ઘરોમાંથી બહાર નીકળીને યૂપીને સુરક્ષિત રાખવા માટે અને યૂપીના વિકાસ માટે ભારે માત્રામાં કમળને વોટ આપ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે ઘોર પરિવારવાદીઓએ એવા અપરાધીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ અપરાધીઓ, ગુંડાઓને હરાવવા માટે તમારે એકજુટ બનીને ભાજપા ઉમેદવારને મતદાન કરવાનું છે. અપરાધીઓને ક્યારેય તમે બદલો લેવાની તક ના આપતા. ભાજપાને આપેલો તમારો એક-એક વોટ યૂપીની તસવીર બદલી નાખશે.
" isDesktop="true" id="1178373" >
વિપક્ષી આવ્યો તો ગરીબો માટે ચાલી રહેલી બધી યોજનાઓ કરી દેશે બંધ
પીએમ મોદીએ કહ્યું કે યૂપીના લોકોને સાવધાન પણ કરવા માંગું છું. આ પરિવારવાદી લોકો હાલના સમયે એટલા ચીડાયા છે અને નક્કી કરીને બેઠા છે કે ગરીબો માટે ચાલી રહેલી બધી યોજનાઓ સૌથી પહેલા બંધ કરાવીશું. જેથી આવા લોકોને ક્યારેય તક ના આપતા. પહેલા સડક ત્યાં જ બનતી હતી જ્યાં ઘોર પરિવારવાદી ઇચ્છતા હતા. વીજળી ત્યાં જ આપતા હતા જ્યા તેમના પરિવારના લોકો રહેતા હતા. આ લોકો નોકરી ફક્ત પોતાના પરિવારના લોકોને આપતા હતા. જોકે યોગી સરકારે બધાનું ધ્યાન રાખ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર