કર્ણાટકમાં પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પડકાર પર જવાબ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે સંસદમાં જો 15 મિનિટ બોલવા દેવામાં આવે તો પીએમ મોદી ઉભા જ ન રહી શકે. પીએમ મોદીએ કહ્યું કે અતિઉત્સાહમાં રાહુલ મર્યાદા તોડી નાંખે છે.
તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી 15 મિનિટ બોલે છે તો તે મોટી વાત છે. વંદેમાતરમ પર પણ રાહુલ ગાંધીને જ્ઞાન નથી. પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીને પડકાર આપતાં કહ્યું કે, 'આપ નામદાર છો તો અમે પણ કામદાર છીએ. અમે તો તમારી સાથે બેસી પણ નથી શકતા. તમારી વાતોથી મને ઈજા નથી પહોંચતી અમે તો સદીઓથી આવી વાતો સહન કરું છું. પીએમે રાહુલને લલકારતા કહ્યું કે, મોદીજીને છોડો નામદાર, આ કામદારને છોડો. તમે જે ભાષામાં બોલી શકો તમને અંગ્રેજીમાં બોલી શકતા હોવ તો અંગ્રેજી, હિન્દીમાં બોલી શકતા હોવ તો હિન્દી કે પછી પોતાની માતાની ભાષામાં વાત કરી શકો તો તેમાં આ બોલો અને તેમાં પાંચવાર વિશ્વેશ્વરય્યાનું નામ પણ લેવું.'
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ઘણીવાર કહ્યું હતું કે, સંસદમાં મને 15 મિનિટ બોલવાની તક આપવામાં આવે તો તેનો જવાબ મોદીજી આપી નહીં શકે. મંગળવારે જનસભામાં પીએમ મોદીએ પહેલીવાર તેનો જવાબ આપ્યો અને કહ્યું કે એ જ મોટી વાત છે કે તેમને બોલવું છે.
PM મોદી કર્ણાટકમાં આજથી ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. કોંગ્રેસને રાજ્યની સત્તાથી દૂર કરવા બીજી વખત કર્ણાટકમાં ભાજપની સરકાર બનાવવાં પ્રયાસ કરશે. પીએમ મોદી આજે જ કર્ણાટકમાં 3 રેલીનું આયોજન કરશે.
કૃષ્ણ મઠની લેશે મુલાકાત
પ્રધાનમંત્રી મોદી મંગળવારે એટલે આજે ચામરાજનગર જિલ્લાનાં સાંથેમરહલ્લી અને બેલગાવીનાં ઉડુપી અને ચિક્કોડીમાં રેલી સંબોધિત કરશે. ઉડુપી રેલી પહેલં
મોદી કૃષ્ણ મઠની મુલાકાત લેશે જ્યાં મઠાચાર્યને પણ મળશે. આપને જણાવી દઇએ કે 12 મેનાં રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન થાય છે. આ ચૂંટણી પહેલાં પ્રચારમાં ભાજપ, જેડીએસ અને કોંગ્રેસ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર