Home /News /national-international /PM મોદી આજે હિમાચલમાં સુંદરનગર અને સોલનમાં જાહેર સભાઓ કરશે; રેલી પહેલા રાધા સ્વામી સત્સંગ બિયાસના વડાને મળ્યા

PM મોદી આજે હિમાચલમાં સુંદરનગર અને સોલનમાં જાહેર સભાઓ કરશે; રેલી પહેલા રાધા સ્વામી સત્સંગ બિયાસના વડાને મળ્યા

રેલી પહેલા PM મોદી રાધા સ્વામી સત્સંગ બિયાસના વડાને મળ્યા

હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ વતી ચૂંટણી પ્રચારમાં આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્થનમાં સુંદર નગર અને સોલનમાં બે જાહેર સભાઓને સંબોધશે. આ પહેલા પીએમ મોદી પંજાબના અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બિયાસ ખાતે રાધા સ્વામી સત્સંગના વડા બાબા ગુરિન્દર સિંહ ઢિલ્લોની સાથે મુલાકાત કરી હતી.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Himachal Pradesh, India
  હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ વતી ચૂંટણી પ્રચારમાં આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્થનમાં સુંદર નગર અને સોલનમાં બે જાહેર સભાઓને સંબોધશે. આ પહેલા પીએમ મોદી પંજાબના અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બિયાસ ખાતે રાધા સ્વામી સત્સંગના વડા બાબા ગુરિન્દર સિંહ ઢિલ્લોની સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થવાનું છે. રાધા સ્વામી સત્સંગ ડેરા બિયાસ સાથે પીએમ મોદીની મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે હિમાચલમાં પણ આ ડેરાના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે.

  પંજાબથી પીએમ સીધા સુંદરનગર પહોંચશે. મંડી સંસદીય ક્ષેત્રની 17માંથી 13 વિધાનસભા બેઠકોના લોકો અહીં એકઠા થશે. સુંદરનગરથી જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ સીધા સોલન જવા રવાના થશે.

  આ પણ વાંચોઃ વસ્તી અને વાહનો બંને ઝડપથી વધી રહ્યા છે, ત્રણ લોકોના પરિવારમાં 7 ગાડીઓ: નીતિન ગડકરી


  PMએ પોતે ટ્વિટ કરીને હિમાચલ આવવાની માહિતી આપી હતી


  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટ્વિટ કરીને હિમાચલ આવવાની માહિતી આપી હતી. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે તેઓ 5 નવેમ્બરે સુંદરનગર અને સોલનમાં રેલીમાં સંબોધન કરશે અને ડબલ એન્જિન સરકારના પ્રયાસોને ઉજાગર કરશે.
  નો-ફ્લાય ઝોન જાહેર


  વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ડ્રોન, પેરાગ્લાઈડિંગ એક્ટિવિટી અને એર ટ્રાફિક પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એટલે કે સોલન અને આસપાસના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે આજે અહીંથી અન્ય નેતાઓના હેલિકોપ્ટર પણ ઉડાન ભરી શકશે નહીં. તેવી જ રીતે, સુંદરનગરમાં પણ નો-ફ્લાય ઝોન હશે.

  સોલનમાં એક લાખ ભીડ એકત્ર કરવાનો લક્ષ્યાંક


  પાર્ટીએ બપોરે લગભગ એક વાગ્યે સોલનમાં શિમલા સંસદીય ક્ષેત્રની રેલીનું આયોજન કર્યું છે. ભાજપ અહીં રેલીમાં એક લાખ લોકોની ભીડ એકત્ર કરવાનો દાવો કરી રહ્યું છે. પીએમની રેલીને ધ્યાનમાં રાખીને ભાજપ અને જિલ્લા પ્રશાસને ઘણી વ્યવસ્થા કરી છે.

  11 વાગ્યે શાળાઓ બંધ રહેશે


  ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વહીવટીતંત્રે સોલન શહેરની તમામ શાળાઓને સવારે 11 વાગ્યે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સવારે 11:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી મોલ રોડ પર ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ રહેશે. ડીસી સોલન કૃતિકા કુલહારી આ અંગેના આદેશો જારી કર્યા છે.

  સોલોનમાં આ રસ્તા પર વાહનોની અવર-જવર બંધ


  DC મુજબ પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને મોટી દુર્ઘટના ન બને તે માટો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, કાયદો અને વ્યવસ્થાના વાહનોની અવર-જવર પર છુટ રહેશે.

  આ આદેશો અનુસાર, મોલ રોડ (જૂની ડીસી ઓફિસ ચોકથી જૂના બસ સ્ટેન્ડ સુધી) અને રાજગઢ રોડ (જૂની ડીસી ઓફિસ ચોકથી કોટલા નાળા ચોક સુધી) શનિવારે સવારે 11:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી તમામ પ્રકારના ટ્રાફિક અને પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.

  3 દેશોના રાજદૂતો પણ હાજર રહેશે


  સોલનમાં વડાપ્રધાન મોદીની ચૂંટણી રેલી દરમિયાન 3 દેશોના રાજદૂતો પણ હાજર રહેશે. જો કે આ રાજદૂતો રેલીના સ્થળે નહીં આવે પરંતુ ચૂંટણી રેલીને નજીકથી નિહાળશે. મળતી માહિતી મુજબ નેપાળ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના રાજદૂતો ભારતની લોકશાહી વ્યવસ્થા વિશે જાણવા માટે ચૂંટણી રેલી જોવા આવી રહ્યા છે.

  મતદાન માટે માત્ર 7 દિવસ બાકી


  હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર સાત દિવસ બાકી છે. રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન થશે. તે જ સમયે, ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં લગભગ 55 લાખ મતદારો મતદાન કરશે. આમાંની અડધી વસ્તી મહિલાઓની છે.
  Published by:Priyanka Panchal
  First published:

  विज्ञापन
  विज्ञापन