નવી દિલ્હી : ચીનની સાથે થયેલા સરહદ વિવાદની વચ્ચે (Border Dispute with China) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માઈક્રો બ્લોગિંગ ચાઈનીઝ એપ Weiboથી પોતાનું એકાઉન્ટ હટાવી દીધું છે. આ એપને પીએમ મોદીએ વર્ષ 2015માં જોઈન કરી હતી. Weibo પણ તે 59 એપના લિસ્ટમાં સામેલ છે જેના પર હાલમાં ભારત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. આ એપ પર પીએમ મોદીના એકાઉન્ટમાં અપલોડ કરેલી બધી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે.
વીઆઈપી એકાઉન્ટ દૂર કરવાના વિશેષ નિયમ
ઉલ્લેખનીય છે કે Weibo એપ પર વીઆઈપી એકાઉન્ટ દૂર કરવાના કેટલાક વિશેષ નિયમ બનાવેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એકાઉન્ટ દૂર કરવા માટે એપ તરફથી પરમિશનમાં આપવામાં લેટ કરવામાં આવતું હતું. આ એપ પર અત્યાર સુધીમાં પીએમ મોદી દ્વારા 115 વીડિયો પોસ્ટ કરેલા હતા. એકબીજાની સહમતિ પછી એવું નક્કી કરવામાં આવ્યુ હતું કે બધી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવશે. ઘણા પ્રયત્નો પછી 113 વીડિયો જ ડિલેટ કર્યા હતા. પરંતુ અત્યારે બધી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો - ચીની કંપનીઓને મોટો ફટકો, હવે ભારતમાં નહીં લઈ શકે હાઇવે પ્રોજેક્ટ, સરકારનો નિર્ણય
બે પોસ્ટને ડિલીટ કરવામાં પડી રહી હતી મુશ્કેલી
જે બે પોસ્ટને ડિલીટ કરી ન હતી તેમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસવીર હતી. કહેવામાં આવી રહ્યુ છે કે Weibo માટે પોતાના રાષ્ટ્રપતિની તસવીર ડિલીટ કરવી સંભવ ન હતું. આ કારણે અત્યારે પણ પીએમ મોદીના એકાઉન્ટ પર આ બે તસવીર જોવા મળી રહી હતી. આ એકાઉન્ટ પર પીએમ મોદીના 2 લાખ 44 હજાર ફોલોવર્સ છે.
ચીન યાત્રા પહેલા પીએમ મોદીએ જોઈન કરી હતી એપ
આ એપને 2015માં જોઈન કરતા સમયે પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે બંને દેશોની વચ્ચે સંબંધ વધારે સૌહાર્દપૂર્ણ થશે. આ એકાઉન્ટ પીએમ મોદીની 2015માં થયેલી ચીન યાત્રાના થોડા સમય પહેલા બનાવ્યુ હતું. પીએમએ બંને દેશોની વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની વાતો પણ કરી હતી.
Published by:News18 Gujarati
First published:July 01, 2020, 18:35 pm