ગુજરાતમાં બનશે કોરોના વેક્સીનને રાખવા માટે બોક્સ, PM મોદીએ લક્ઝમબર્ગનો પ્રસ્તાવ સ્વીકાર્યો

ગુજરાતમાં બનશે કોરોના વેક્સીનને રાખવા માટે બોક્સ, PM મોદીએ લક્ઝમબર્ગનો પ્રસ્તાવ સ્વીકાર્યો
સત્તાવાર સૂત્રોએ કહ્યું કે 19 નવેમ્બરે પ્રથમ દ્વિપક્ષિય શિખર સંમેલન દરમિયાન બેટલે પીએમ મોદી સામે પ્રસ્તાવ રાખ્યો હતો

સત્તાવાર સૂત્રોએ કહ્યું કે 19 નવેમ્બરે પ્રથમ દ્વિપક્ષિય શિખર સંમેલન દરમિયાન બેટલે પીએમ મોદી સામે પ્રસ્તાવ રાખ્યો હતો

  • Share this:
    નવી દિલ્હી : કોરાના વાયરસ સામે વેક્સીન (Coronavirus Vaccine)માટે તૈયારી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ( PM Narendra Modi) લક્ઝમબર્ગના (Luxembourg)પોતાના સમકક્ષ ઝેવિયર બેટલના (Xavier Bettel)વેક્સીન લઇ જવા માટે સ્પેશ્યલ રેફ્રિજિરેટેડ ટ્રાન્સપોટેશન પ્લાન્ટ લગાવવાના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આ ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવાની યોજના છે.

    દિલ્હી અને અમદાવાદ સ્થિત આધિકારિક સૂત્રોના મતે લક્ઝમબર્ગ ફર્મ બી મેડિકલ સિસ્ટમ્સ સોલર વેક્સીન રેફ્રિજરેટર, ફ્રીઝર અને ટ્રાન્સપોર્ટ બોક્સ સહિત એક વેક્સીન કોલ્ડ ચેઈન સ્થાપિત કરવા માટે આગામી સપ્તાહે એક ઉચ્ચ સ્તરીય ટીમ ગુજરાત મોકલી રહી છે. એક પૂર્ણ પ્લાન્ટની સ્થાપના માટે લગભગ બે વર્ષની આવશ્યકતા હશે. કંપનીએ લક્ઝમબર્ગથી બોક્સ અને સ્ત્રોત ઘરેલું બજારથી સર્વશ્રેષ્ઠ સામગ્રી પ્રાપ્ત કરીને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.



    પરિવહન બોક્સ શૂન્યથી નીચે ચાર ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી વચ્ચે વેક્સીન ડિલિવરી કરવામાં સક્ષમ હશે. લક્ઝમબર્ગ સ્થિત કંપની પાસે શૂન્યથી 80 ડિગ્રી નીચે વેક્સીન પરિવહન કરવાની પણ ટેકનિક છે.

    આ પણ વાંચો -  PM મોદીએ કર્યું Zydus બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણ, વૈજ્ઞાનિકો સાથે કરી વાત, વીડિયોમાં જુઓ મહત્ત્વના અંશો

    માર્ચમાં તૈયાર થઈ શકે છે આ ખાસ બોક્સ

    વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)લક્ઝમબર્ગ પ્રસ્તાવની વ્યક્તિગત રૂપથી દેખરેખ રાખી રહ્યા છે. યૂરોપીય સંઘમાં ભારતના રાજદૂત સંતોષ ઝા, ગુજરાત સાથે વ્યવસ્થાને અંતિમ રૂપ આપવા માટે 20 નવેમ્બરે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી અને ઉપ સીઈઓને મળ્યા હતા. સૌર, માટીના તેલ, ગેસ અને વિજળીથી સંચાલિત પ્રશીતિત બોક્સ માર્ચ 2021 સુધી વિતરણ માટે તૈયાર થવાની આશા છે. બી મેડિકલ સિસ્ટમ્સ કંપની બીજા ચરણમાં ગુજરાતમાં ભારતને આપૂર્તિ કરવા માટે એક પૂર્ણ પ્સાન્ટ સ્થાપિત કરશે. આ સિવાય અન્ય દેશોને નિર્યાત કરવા માટે આવશ્યકતાની પણ પૂર્તિ કરશે.

    સત્તાવાર સૂત્રોએ કહ્યું કે 19 નવેમ્બરે પ્રથમ દ્વિપક્ષિય શિખર સંમેલન દરમિયાન બેટલે પીએમ મોદી સામે પ્રસ્તાવ રાખ્યો હતો. ભારતમાં વેક્સીનના અંતિમ મીલ વિતરણને લઈને ચિંતાઓને જોતા પીએમ મોદીએ તરત આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. જે પછી ગુજરાત સરકાર સાથે સંપર્ક સ્થાપિત કરનાર કંપની અને લક્ઝમબર્ગની કંપની તરફથી પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

    બી મેડિકલ સિસ્ટિમ ચિકિત્સા ઉપકરણ ઉદ્યોગમાં લક્ઝમબર્ગ આધારિત અગ્રણી છે. તેની સ્થાપના 1979માં થઈ હતી. કંપની બ્લડ બેંક અને પ્લાઝ્મા સ્ટોરેજ રેફ્રિજેટરમાં પણ વિશ્વમાં સૌથી આગળ છે.
    Published by:Ashish Goyal
    First published:November 28, 2020, 18:06 pm

    टॉप स्टोरीज