Home /News /national-international /નાગપુરમાં જોવા મળ્યો પીએમ મોદીનો અનોખો અંદાજ, ઢોલ વગાડી મેટ્રો ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે કરી મુસાફરી

નાગપુરમાં જોવા મળ્યો પીએમ મોદીનો અનોખો અંદાજ, ઢોલ વગાડી મેટ્રો ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે કરી મુસાફરી

નાગપુરમાં જોવા મળ્યો પીએમ મોદીનો અનોખો અંદાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં મેટ્રો સેવાની શરૂઆત કરાવી છે. મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન બાદ મોદીએ વિદ્યાર્થીઓ સાથે મેટ્રોમાં મુસાફરી કરી હતી. વિદ્યાર્થીઓએ પીએમ મોદી સાથે પણ વાતચીત કરી હતી. આ પહેલા તેમણે સૌથી પહેલા નાગપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન નાગપુરથી રાયપુર વચ્ચે દોડશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Maharashtra, India
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં મેટ્રો સેવાની શરૂઆત કરાવી છે. મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન બાદ મોદીએ વિદ્યાર્થીઓ સાથે મેટ્રોમાં મુસાફરી કરી હતી. વિદ્યાર્થીઓએ પીએમ મોદી સાથે પણ વાતચીત કરી હતી. આ પહેલા તેમણે સૌથી પહેલા નાગપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન નાગપુરથી રાયપુર વચ્ચે દોડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "હું નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પર નાગપુરના લોકોને અભિનંદન આપવા માંગુ છું. બે મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરી અને મેટ્રોમાં સવારી પણ કરી. મેટ્રો આરામદાયક અને સુવિધાજનક છે."



આ પણ વાંચોઃ PM Modi નાગપુર પહોંચ્યા, વધુ એક વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલય દ્વારા તેમનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ ઢોલ વગાડતા જોવા મળી રહ્યા છે. "મહારાષ્ટ્રના નાગપુરમાં પરંપરાગત સ્વાગત," વડા પ્રધાન કાર્યાલયે લખ્યું.

PM મોદીએ નાગપુર AIIMSનું ઉદ્ઘાટન કર્યું


PM નરેન્દ્ર મોદીએ અત્યાધુનિક સુવિધાઓ સાથે AIIMS નાગપુરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે જુલાઈ 2017માં તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ હોસ્પિટલ વિદર્ભ પ્રદેશને આધુનિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે અને ગઢચિરોલી, ગોંદિયા અને મેલઘાટના આદિવાસી વિસ્તારો માટે વરદાન સાબિત થશે.



PM મોદી નાગપુર એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચતા પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદી મહારાષ્ટ્રમાં 75 હજાર કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરાવશે. તેઓ 520 કિલોમીટર લાંબા હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.

આ પ્રોજેક્ટ્સને પણ ભેટ મળશે


પીએમ મોદી નાગપુરમાં મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. AIIMS નાગપુરનું ઉદ્ઘાટન કરશે. આ પછી PM મોદી ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.

મોદી સરકારમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ


દેશમાં પીએમ નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ એટલે કે વર્ષ 2014થી દેશમાં એરપોર્ટની સંખ્યા 74થી બમણી થઈને લગભગ 140 કે તેથી વધુ થઈ ગઈ છે. સરકારનો લક્ષ્યાંક આગામી 5 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા 220થી વધુ કરવાનો છે, જેથી માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી સાથે કનેક્ટિવિટી પણ મજબૂત કરી શકાય.
First published:

Tags: Maharashtra, Metro train, PM Modi પીએમ મોદી