ભટિંડા: પંજાબ (PM modi punjab visit)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મુલાકાત દરમિયાન સુરક્ષા (security)માં મોટી ખામી સામે આવી છે. આ ઘટના બાદ ભટિંડા એરપોર્ટના અધિકારીઓનું નિવેદન પણ સામે આવ્યું છે. ભટિંડા એરપોર્ટના અધિકારીઓએ એએનઆઈને જણાવ્યું હતું કે ભટિંડા એરપોર્ટ પર પરત ફર્યા બાદ પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું હતું કે, "તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ પર જીવતો પાછો ફર્યો." પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રસ્તા પર જતા સમયે ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ સુધી ફસાયા હતા જ્યારે કેટલાક દેખાવકારોએ રસ્તો રોક્યો હતો. ગૃહ મંત્રાલયે આ ઘટનાને પ્રધાનમંત્રીની સુરક્ષામાં ગંભીર ક્ષતિ ગણાવી છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ગંભીર ખામી બાદ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને જવાબદારી નક્કી કરવા અને ભૂલ માટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે વડા પ્રધાન ભટિંડાથી હુસેનીવાલાના રાષ્ટ્રીય શહીદ સ્મારક તરફ જઈ રહ્યા હતા.
પીએમ મોદી બે વર્ષના અંતરાલ બાદ આજે પંજાબ પહોંચ્યા હતા. વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ (Farm Laws) રદ થયા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત હતી. આ કાયદાઓને લઈને લગભગ એક વર્ષ સુધી દિલ્હીની સરહદો પર ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
વડાપ્રધાન મોદીનું નિવેદન
પ્રધાનમંત્રી એ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (પીજીઆઇએમઇઆર), ચંદીગઢ, ફિરોઝપુર અને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેના સેટેલાઇટ સેન્ટર સહિત રૂ. 42,750 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવાના હતા.
તેમાં અમૃતસર-ઉના વિભાગને ચાર લેનમાં રૂપાંતરિત કરવું, મુકેરિયા-તલવાડા રેલવે લાઇનનું ગેજ રૂપાંતર અને કપૂરથલા અને હોશિયારપુર ખાતે બે નવી મેડિકલ કોલેજોની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન એક રેલીને પણ સંબોધન કરવાના હતા.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર