Home /News /national-international /

કન્સ્ટ્રક્શન મજૂરમાંથી યૂટ્યૂબર બન્યો ઓડિશાનો ઇસક મુંડા, PM મોદીએ 'મન કી બાત'માં ઉલ્લેખ કરતા માન્યો આભાર

કન્સ્ટ્રક્શન મજૂરમાંથી યૂટ્યૂબર બન્યો ઓડિશાનો ઇસક મુંડા, PM મોદીએ 'મન કી બાત'માં ઉલ્લેખ કરતા માન્યો આભાર

પીએમ મોદીના કાર્યક્રમમાં પોતાના વિશે સાંભળી ઇસકે ખુશી વ્યક્ત કરી હતી અને પીએમ મોદીનો આભાર માન્યો હતો.

પીએમ મોદીના કાર્યક્રમમાં પોતાના વિશે સાંભળી ઇસકે ખુશી વ્યક્ત કરી હતી અને પીએમ મોદીનો આભાર માન્યો હતો.

કોરોનાના કારણે અસંખ્ય લોકોએ પોતાના નોકરી-ધંધા ગુમાવ્યા છે. આ મહામારીમાં સૌથી વધુ મધ્યમ અને ગરીબ વર્ગ પ્રભાવિત થયો છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી સતત આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહ્યા છે અને લોકોને પોતાના સાહસ ઊભા કરવા પ્રેરિત કરતા રહ્યા છે. આપણામાંથી પણ ઘણા લોકો સારું કમાવા માંગે છે અને પોતાનો બિઝનેસ કરી સમાજમાં આગવી ઓળખ ઊભી કરવા માંગે છે. એક તરફ કોરોનાએ જ્યાં લોકોની આર્થિક કમર ભાંગી નાંખી, ત્યાં બીજી તરફ ઘણા લોકોએ અવનવા રોજગારી અને જીવનિર્વાહના ઉપાયો અજમાવી આ કપરા સમયને હરાવી સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આવા જ એક પ્રભાવી શ્રમિકનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કર્યો હતો. એક મજૂરમાંથી ફેમસ યૂટ્યૂબર બનેલ ઓડિશાના સંબલપુરના એક નાના એવા ગામના ઇસક મુંડાની ચર્ચા આજે દેશભરમાં થઇ રહી છે. ખુદ પીએમ મોદીએ તેની આ આવડતના વખાણ કર્યા છે. પીએમ મોદીએ ઇસકનું નામ એમ જ નથી લીધું, તેણે પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કર્યુ છે. તો શું છે ઇસક મુંડાની કહાની આવો જાણીએ વિગતવાર.

કોરોના કારણે ગુમાવ્યો કામધંધો

લોકડાઉનના કારણે દેશમાં ઘણા લોકોની આજીવિકા પ્રભાવિત થઇ છે. તેમાંથી 35 વર્ષિય ઇસક મુંડા પણ એક છે. ઇસક ઓડિશાના સંબલપુર જીલ્લાના એક દૂરના ગામનો આદિજાતિ બાંધકામ કારીગર છે. લોકડાઉનના કારણે તેને કામ મળવાનું બંધ થતા પરીવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું હતું. પૈસા વગર ઇસકના ચાર બાળકો અને પત્ની ખોરાક માટે પણ ફાંફા મારી રહ્યા હતા.

Viral video: બર્ગર ન મળવા બદલ બાળકે દેખાડ્યો ક્યૂટ ગુસ્સો, યુઝર્સને યાદ આવી ગયું પોતાનું બાળપણ

યુટ્યૂબમાં વીડિયો અપલોડ કરવાનો વિચાર કર્યો

7 ધોરણ સુધી ભણેલ મુંડાએ યુટ્યૂબમાં વિડીયો અપલોડ કરી પૈસા કમાવવાનું વિચાર્યુ અને તેના વિશે જાણકારી એકઠી કરવાનું શરૂ કર્યું. તેણે માઇક્રોફાઇનાન્સ કંપની પાસેથી રૂ. 3000ની લોન લીધી અને પોતાના ઘરે સાંભર-ભાત ખાતો હોય તેવો વિડીયો અપલોડ કર્યો હતો. તેનો વિડીયો વાયરલ થતા તેણે આ પ્રકારના વધુ વિડીયો શેર કરવાનું શરૂ કર્યુ અને સોશ્યલ મીડિયા દ્વારા લાખો રૂપિયાની કમાણી થવાનું ચાલું થઇ ગયું.પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો ઉલ્લેખ

રવિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસકનો ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમમાં કરતા કહ્યું કે ઓડિયા આદિજાતિ યુવાન પોતાની સંસ્કૃતિ અને ભોજન બંનેની મજા માણીને યુવાનોને પ્રેરિત કરી રહ્યો છે. ત્યાર બાદ ઇસકને રાતોરાત યૂટ્યૂબમાં પ્રસંશા મળી.

પીએમ મોદીએ જણાવ્યું કે, તેની પહેલ ખૂબ જ અસાધારણ છે. ખાસ કરીને તે શહેરી લોકોને ગ્રામ્ય જીવશૈલી નિહાળવાની તક પૂર પાડે છે, જેના વિશે લોકો ખૂબ ઓછું જાણે છે. તેના વિડીયોમાં તે સ્થાનિક વાનગીઓ, પારંપરિક વાનગી, તેનું ગામ, જીવનશૈલી, પરીવાર અને ખાવાની શૈલી પર પ્રકાશ પાડે છે.

વલસાડમાં વરસાદી માહોલ છવાતા જાણીતા જોડિયા ધોધ થયા સક્રિય, તસવીરોમાં માણો સુંદર નજારો

પીએમ મોદીનો આભાર માન્યો

પીએમ મોદીના કાર્યક્રમમાં પોતાના વિડીયો વિશે સાંભળી ઇસકે ખુશી વ્યક્ત કરી હતી અને પીએમ મોદીનો આભાર માન્યો હતો. સંબલપુરના ગામ બાબુપલીથી ફોન પર ઇસકે કહ્યું કે, હું અને મારો પરીવાર ખુબ ખુશ છીએ. હું આગળ પણ આવા વિડીયો શેર કરતો રહીશ. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 26 માર્ચે પોતાના ઘરે સાંભર-ભાત ખાતો હોય તેવો વિડીયો તેણે શેર કર્યો હતો.કામધંધો ગુમાવતા આવ્યો વિડીયો બનાવવાનો વિચાર

રોજગારી ગુમાવતા તે ફોન પર વિડીયો જોઇ રહ્યો હતો. જેમાં એક વ્યક્તિ વિડીયો બનાવી અપલોડ કરીને પૈસા કમાવવાની સલાહ આપી રહ્યો હતો. ઇસકે આ વિડીયો ઘણી વખત નિહાળ્યો અને અજમાવાનો વિચાર કર્યો.

ગુજરાતમાં ધો. 9થી 11નું ઓફલાઇન શિક્ષણ શરૂ: ઓડ ઇવન પદ્ધતિથી વિધાર્થીઓને બોલાવવાનું આયોજન

તેણે ઇસક મુંડા ઈટિંગ નામની યૂટ્યુબ ચેનલ બનાવી છે, જેમાં તે 3-7 મિનિટના વિડીયો પોસ્ટ કરવા લાગ્યો. જેમાં તે મટન અને ચિકન કરી અથવા ક્યારેક લીલા મરચા સાથે ભાતમાંથી બનેલી વાનગી ખાતો નજરે પડે છે. તેના પહેલો વિડીયો જેમાં તે ભાત અને સાંભર ખાતો હતો, તેને 7.7 લાખ વ્યૂઝ મળ્યા હતા અને તે તેનો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય વિડીયો છે. જ્યારે અન્ય વિડીયોમાં 60,000થી 7 લાખ સુધી વ્યૂ મળ્યા છે. તેના મોટાભાગના વિડીયોમાં તે પોતાની પત્ની, 8 વર્ષની છોકરી, 6 વર્ષનો છોકરો, 5 વર્ષની છોકરી અને 3 વર્ષના છોકરા સાથે ભાત, મશરૂમ કરી, એગ કરી, ફીશ કરી અને ટામેટા કરી ખાતો જોવા મળે છે.

યૂટ્યુબે બદલી જીંદગી

સમય પસાર થતા તેના વિડિયોઝ જોઇને વધુને વધુ લોકો તેની ચેનલ સબસ્ક્રાઇબ કરવા લાગ્યા. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ દ્વારા તેની આવક શરૂ થઇ, તેના વિડીયોમાં જાહેરાતો આવવા લાગી અને કમાણી થવા લાગી. જ્યારે યૂટ્યુબ વિડીયોઝ વચ્ચે આવતી જાહેરાતો લોકો જુએ છે, ત્યારે જાહેરાત દ્વારા રેવન્યૂ ઊભી થાય છે. ગત વર્ષે જુલાઇમાં મુંડાએ યૂટ્યુબ દ્વારા રૂ. 37000ની કમાણી કરતા તેની મુશ્કેલીઓનો અંત આવ્યો હતો. એક મહિના પછી લોકોએ તેના વિડીયોને પસંદ કરવાનું શરૂ કરતા તેણે રૂ. 5 લાખની કમાણી કરી હતી.મહીને કરે છે 2 લાખની કમાણી

યૂટ્યુબ દ્વારા મળેલા પૈસાથી મુંડાનું જીવન બદલાઈ ગયું અને તેણે પોતાના પરિવાર માટે પાક્કુ મકાન બનાવ્યું અને ફર્નિચર ખરીદ્યું. હાલ તેની ચેનલમાં 7.7 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર છે, જે અમુક ઓડિયા ન્યુઝ ચેનલ કરતા પણ વધુ છે. લોકો તેને પોતાના ઘરે ડીનર માટે પણ બોલાવે છે, જ્યારે અમુક બ્લોગર્સ તેની પ્રસિદ્ધિ વધારવા મુલાકાત કરે છે. ઇસકે કહ્યું કે, હું મહીને લગભગ રૂ. 2 લાખ કમાણી કરૂ છું. યૂટ્યુબ દ્વારા કમાણી કરેલા પૈસાથી હું મારા સગાસંબંધીઓની મદદ કરૂ છું.
First published:

Tags: Man Ki Baat, Odisha, Viral, પીઅેમ નરેન્દ્ર મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन