PM મોદીએ કહ્યુ, માર્કેટ યાર્ડો બંધ નહીં થાય, MSP પર કેટલાક લોકો ફેલાવી રહ્યા છે ભ્રમ

કૃષિ બિલ પર વડાપ્રધાને મોદીએ કહ્યુ, ખેડૂતોને મળી નવી આઝાદી, જ્યાં ઈચ્છે ત્યાં ઉપજ વેચી શકશો

કૃષિ બિલ પર વડાપ્રધાને મોદીએ કહ્યુ, ખેડૂતોને મળી નવી આઝાદી, જ્યાં ઈચ્છે ત્યાં ઉપજ વેચી શકશો

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે બિહાર (Bihar)ને લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 9 હાઇવે પ્રોજેક્ટની સાથે બિહારના લગભગ 46 હજાર ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડવા માટે ઘર સુધી ફાઇબર યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને કૃષિ બિલ (Agriculture Bills)નો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોને આ બિલે કારણે નવી આઝાદી મળી ગઈ છે. હવે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં પોતાની ઉપજ વેચી શકશે.

    પીએમ મોદીએ કહ્યું કે નવા કૃષિ સુધારોએ દેશના દરેક ખેડૂતને આઝાદી આપી દીધી છે કે તેઓ કોઈને પણ, ક્યાં પણ પોતાનો પાક, શાકભાજી વેચી શકે છે. હવે ખેડૂતોને જો માર્કેટ યાર્ડમાં વધુ લાભ મળશે તો ત્યાં પોતાનો પાક વેચી શકશે. માર્કેટ યાર્ડ સિવાય બીજે ક્યાંક વધુ લાભ મળી રહ્યો હશે તો ત્યાં વેચવા માટે પણ મનાઈ નહીં રહે.

    આ પણ વાંચો, Gold Price: સપ્તાહના પહેલા દિવસે જ મોંઘું થયું સોનું, જાણો શું છે આજનો નવો ભાવ

    વડાપ્રધાને કહ્યું કે, હું એ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે આ કાયદો, આ ફેરફાર કૃષિ માર્કેટ યાર્ડોની વિરુદ્ધ નથી. માર્કેટ યાર્ડોમાં જેવી રીતે પહેલા કામ થતું હતું, તેવું હજુ પણ થશે. આ અમારી એનડીએ સરકાર છે જેણે દેશના માર્કેટ યાર્ડોને આધુનિક બનાવવા માટે નિરંતર કામ કર્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, માર્કેટ યાર્ડોના કાર્યાલયોને ઠીક કરવા માટે, ત્યાંનું કોમ્પ્યૂટરાઈઝેશન કરવા માટે, છેલ્લા 5-6 વર્ષથી દેશમાં ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે. તેથી જે એવું કહી રહ્યા છે કે નવા કૃષિ સુધારા બાદ માર્કેટ યાર્ડો સમાપ્ત થઈ જશે, તો ખેડૂતોને બિલકુલ જૂઠું બોલીને ભ્રમ ફેલાવી રહ્યા છે.

    આ પણ વાંચો, કૃષિ બિલને લઈ રાજ્યસભામાં હોબાળો કરનારા 8 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ

    પીએમ મોદીએ કહ્યું કે, ઘણી જૂની કહેવત છે કે સંગઠનમાં શક્તિ હોય છે. આજે આપણે ત્યાં મોટાભાગના ખેડૂત એવા છે જે ઘણી નાની જમીન પર ખેતી કરે છે. જ્યારે કલઈ ક્ષેત્રના આવા ખેડૂત જો એક સંગઠન બનીને આ કામ કરે છે તો તેનો ખર્ચ પણ ઓછો થાય છે અને યોગ્ય કિંમત પણ સુનિશ્ચિત થાય છે. કૃષિ ક્ષેત્રમાં આ ઐતિહાસિક ફેરફારો બાદ કેટલાક લોકોને પોતાના હાથમાંથી નિયંત્રણ જતું દેખાઈ રહ્યું છે. તેથી તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. હવે આ લોકો MSP પર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ એ જ લોકો છે જે વર્ષો સુધ MSP પર સ્વામિનાથન કમિટીની ભલામણોને પોતાના પગ નીચે દબાવીને બેસી રહ્યા.
    Published by:Mrunal Bhojak
    First published: