મોદી જી એ દેશમાં 70 વર્ષથી ચાલી રહેલી સમસ્યાઓને સમાપ્ત કરવાનું કામ કર્યું : અમિત શાહ

અમારા 2014ના ઘોષણાપત્રને ઉઠાવીને જોઈ લો. ભાજપા 90 ટકા કામ પુરા કરી ચૂક્યું છે - અમિત શાહ

અમારા 2014ના ઘોષણાપત્રને ઉઠાવીને જોઈ લો. ભાજપા 90 ટકા કામ પુરા કરી ચૂક્યું છે - અમિત શાહ

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે (Amit Shah)મંગળવારે કહ્યું કે લોકતંત્રની અંદર શાસનની સફળતાનું સૌથી મોટુ સર્ટીફિકેટ જન સ્વિકૃતિ અને જનતાના આર્શીવાદ હોય છે. અમિત શાહે કહ્યું કે જનતાએ સતત નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં લોકતાંત્રિક જનાદેશ આપીને આ જન સ્વિકૃતિને સ્પષ્ટ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજેપી સરકાર અને પીએમ મોદીના કામકાજ પર વાત કરતા કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી દેશના જનમાનસના મનને પરિવર્તિત કરવાનું કામ કરી રહી છે.

  અમિત શાહે કહ્યું હતું કે મોદી જી એ આજે દેશમાં 70-70 વર્ષથી ચાલી રહેલી સમસ્યાઓને સમાપ્ત કરવાનું કામ કર્યું છે. 1967થી લઈ 2014 સુધી આપણા દેશની રાજનીતિને ત્રણ નાસુરો તૃષ્ટીકરણ, જાતિવાદ અને પરિવારવાદે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મોદી જીએ 2014 પછી આ ત્રણેય નાસુરોને સમાપ્ત કરવાનું કામ કર્યું છે. મોદી જી એ સમાનતાના આધારે વિદેશ નીતિને લાવવાનું કામ કર્યું છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી ભૂટાન જાય તો મોટા ભાઈનો વ્યવહાર કરતા નથી અને જ્યારે અમેરિકા જાય તો આંખમાં આંખ નાખીને વાત કરવાનું સાહસ નરેન્દ્ર મોદીએ જ કર્યું છે.

  આ પણ વાંચો - વર્તમાન વિત્ત વર્ષ 2019-20માં GDP ગ્રોથ રેટ 5% રહેવાનો અંદાજ, 2009 પછી સૌથી ઓછો

  અમિત શાહે કહ્યું હતું કે દુનિયાને હિન્દી સાંભળવાની આદત મોદી જીએ બનાવી છે. મોદી જીના કામથી દેશને આગળ વધાર્યો છે. પીએમ મોદીને સમજવા માટે તેમના બેકગ્રાઉન્ડને સમજવું જરુરી છે.

  અમિત શાહે કર્મયોગી ગ્રંથના અનાવરણ પ્રસંગે કહ્યું હતું કે અત્યાર સુધી ઘોષણાપત્ર ફક્ત એક કાગળનો ટુકડો બનીને રહી જતા હતા પણ હું દાવા સાથે કહીશ કે તમે અમારા 2014ના ઘોષણાપત્રને ઉઠાવીને જોઈ લો. ભાજપા 90 ટકા કામ પુરા કરી ચૂક્યું છે.
  Published by:Ashish Goyal
  First published: