નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)નવી દિલ્હીમાં પ્રગિત મેદાનમાં એકીકૃત ટ્રાંઝિટ કોરિડોર પરિયોજનાની (Pragati Maidan Integrated Transit Corridor)મુખ્ય ટનલ અને 5 અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હીવાસીઓને આનાથી ટ્રાફિક જામમાં મોટી રાહત મળવાની આશા છે. દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલના નિરીક્ષણ દરમિયાન પીએમ મોદીને કચરો જોવા મળ્યો હતો. તો તેમણે જાતે પડેલો કચરો અને બોટલ ઉઠાવી લીધી હતી અને ડસ્ટબિનમાં ફેકી દીધી હતી.
પીએમ મોદી જ્યારે ટનલમાં નિરીક્ષણ કરી રહ્યા હતા તો તેમની નજર કચરા પર પડી હતી. તો તેમણે તેને જોતા જ તરત ઉઠાવી લીધો હતો. આ પછી ત્યાં એક ખાલી બોટલ પણ મળી હતી. જે બોટલ તેમણે પછી ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ આ ઘટનાનો એક વીડિયો પર શેર કર્યો છે. 31 સેકન્ડની આ ક્લિપમાં સ્વચ્છતા પ્રત્યે પીએમ મોદીની સજાગતા અને સંવેદનશીલતા સ્પષ્ટ જોવા મળે છે.
#WATCH | Prime Minister Narendra Modi picks up litter at the newly launched ITPO tunnel built under Pragati Maidan Integrated Transit Corridor, in Delhi
ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ નવું ભારત છે. સમસ્યાઓનું સમાધાન પણ કરે છે. નવા સંકલ્પ લેશે અને આ નવા સંકલ્પોને સિદ્ધ કરવાના પ્રયત્નો પણ કરે છે. તેમણે કહ્યું કે આજે દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શાનદાર ભેટ મળી છે. આટલા ઓછા સમયમાં આ કોરિડોરને તૈયાર કરવો આસાન ન હતો. દિલ્હી-એનસીઆરની સમસ્યાઓના સમાધાન માટે છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારે અભૂતપૂર્વ પગલાં ભર્યા છે.
પીએમ મોદીએ કરી હતી સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત
સ્વચ્છ ભારત મિશન પીએમ મોદીના પ્રમુખ અભિયાનોમાંથી એક રહ્યું છે. આ દ્વારા તેમને દેશવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા છે. 2 ઓક્ટોબર 2014ના રોજ મહાત્મા ગાંધીની 145મી જયંતિ પર પીએમ મોદીએ આ અભિયાનને લોન્ચ કર્યું હતું. પીએમ મોદીએ દિલ્હીના મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પાસે ઝાડુ ઉઠાવીને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.
પ્રગતિ મેદાન મેન ટનલની કુલ લંબાઇ 1.6 કિલોમીટર
પ્રગતિ મેદાન ઇંટીગ્રેટેડ ટ્રાંઝિટ કોરિડોર પરિયોજનાની વાત કરવામાં આવે તો 923 કરોડ રૂપિયા ખર્ચથી બનાવવામાં આવ્યું છે. પ્રગતિ મેદાન મેન ટનલની કુલ લંબાઇ 1.6 કિલોમીટર છે. અહીં 6 લેન છે. આ ટનલને 7 અલગ-અલગ રેલવે લાઇનની અંદરથી બનાવવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર