PM મોદીને મળેલી 500 રુપિયા કિંમતની આ Giftની એક કરોડમાં હરાજી થઈ!

શનિવારે શરૂ થયેલી 2,700થી વધુ સ્મૃતિ ચિન્હોની હરાજી 3 ઓક્ટોબર સુધી ચાલશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સ્મૃતિ ચિન્હ પ્રાંતિજ મોદી સમાજ મંડળ તરફથી આપવામાં આવ્યું હતું

  • Share this:
    નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને મળેલી ભેટો (Gift)ની ઈ-હરાજી (e-auction) પ્રક્રિયામાં ચાંદીનો એક કળશ અને મોદીની તસવીરવાળું એક ફોટો સ્ટેન્ડ એક-એક કરોડ રૂપિયામાં વેચાયા. ખાસ વાત એ છે કે આ ફોટો સ્ટેન્ડની મૂળ કિંમત 500 રૂપિયા હતી, જ્યારે કળશની કિંમત 18 હજાર રૂપિયા હતી. આ બંને વસ્તુઓની હરાજી સોમવારે થઈ.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે મળેલા સ્મૃતિ ચિન્હો (Mementos)ની હરાજી માટે બનાવવામાં આવેલી વેબસાઇટમાં આ જાણકારી આપવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલય વડાપ્રધાન મોદીને મળેલી ભેટ-ઉપહારોની ઈ-હરાજી આયોજિત કરી રહ્યું છે.

    કળશની બેઝ પ્રાઇઝ 18,000 રૂપિયા હતી અને તેની 1,00,00,300માં હરાજી થઈ.


    ફોટો સ્ટેન્ડ પર ગુજરાતીમાં એક સંદેશ પણ લખેલો છે. વડાપ્રધાનને આ ભેટ પ્રાંતિજ મોદી સમાજ મંડળ તરફથી આપવામાં આવી હતી. મંત્રાલય દ્વારા સંચાલિત વેબસાઇટ www.pmmementos.gov.in પર તેને 1,00,00,100 રૂપિયામાં વેચવામાં આવી.

    ગાય-વાછરડાની ધાતુની મૂર્તિની 51 લાખ રૂપિયામાં હરાજી થઈ.


    વેબસાઇટ પર રજૂ કરેલી જાણકારી મુજબ, કળશની બેઝ પ્રાઇઝ 18,000 રૂપિયા હતી અને તેની 1,00,00,300 રૂપિયામાં ઈ-હરાજી થઈ.

    આ પણ વાંચો, 6 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર! હવે 8.65 ટકા વ્યાજ મળશે

    પીએમ મોદીના અન્ય સ્મૃતિ ચિન્હ જે ઊંચી કિંમતે વેચાઈ તેમાં પોતાના વાછરડાને દૂધ પીવડાવતી ગાયની ધાતુની મૂર્તિ સામેલ છે. તેની બેઝ પ્રાઇઝ 1,500 રુપિયા હતી. તેની 51 લાખ રૂપિયામાં હરાજી થઈ.

    નોંધનીય છે કે, ગત શનિવારથી શરૂ થયેલી 2,700થી વધુ સ્મૃતિ ચિન્હોની ઈ-હરાજી 3 ઓક્ટોબર સુધી હાથ ધરવામાં આવશે.

    આ પણ વાંચો, વૈજ્ઞાનિકનો દાવો : મનુષ્યનો મૃતદેહ એક વર્ષ સુધી Movement કરે છે
    Published by:Mrunal Bhojak
    First published: