નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)10 ડિસેમ્બરે નવી સંસદ ભવનની (New Parliament building)આધારશિલા રાખશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ (Lok Sabha Speaker Om Birla)શનિવારે આ વાતની પૃષ્ટિ કરી છે. ઓમ બિરલાએ કહ્યું કે 10 ડિસેમ્બરે પીએમ ભૂમિપૂજન કરશે. જે પછી નવા સંસદ ભવનની આધારશિલા રાખવામાં આવશે આ પછી 11 ડિસેમ્બરથી નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.
નવી ડિઝાઈન ત્રિકોણીય પરિસર જેવી છે. જેના ત્રણ રંગોના કિરણો આસમાનમાં છવાયેલા રહેશે. નવા સંસદ ભવનના નિર્માણનું કાર્ય 2022ના ઓક્ટોબર સુધીમાં પુરુ થવાની આશા છે. નવા સંસદ ભવનનું નિર્માણ લગભગ 60 હજાર સ્કેવેયર મીટરમાં કરવામાં આવશે. નવી બિલ્ડિંગમાં સંયુક્ત સત્ર ચાલવા પર 1124 સાંસદોના બેસવાની વ્યવસ્થા રહેશે. ઓમ બિરલાએ કહ્યું કે નવી બિલ્ડિંગ ભૂકંપ પ્રૂફ હશે. તેના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રુપથી અને 9000 લોકો અપ્રત્યક્ષ રુપથી જોડાશે.
ઓમ બિરલાએ કહ્યું કે નવી બિલ્ડિંગમાં લોકસભા સભ્યો માટે 888 સીટ બેસવાની ક્ષમતા હશે. જ્યારે ઉપરી સદન રાજ્યસભામાં બેસવાની ક્ષમતા 326 સીટોની હશે. તેમાં બધા સાંસદો માટે અલગ કાર્યાલય હશે અને આ લેટેસ્ટ ડિજિટલ ટેકનિકથી લેસ હશે. જેને પેપરલેસ ઓફિસની દિશામાં એક પગલું કહી શકાય છે.
નવી સાંસદ બનાવવાનો કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને (Tata Projects Limited)મળ્યો છે. જે લગભગ 971 કરોડ રૂપિયાની ખર્ચથી નવી ઇમારત બનશે. નવી સંસદ ભવન દુનિયાના સૌથી આધુનિક ભવનમાંથી એક હશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર