PM મોદી શ્રીલંકાના પ્રવાસે પહોંચ્યા, વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે કર્યું સ્વાગત

પીએમ મોદી રવિવારે 11 વાગ્યે શ્રીલંકાના ટૂંકા પ્રવાશે પહોંચશે, આ શ્રીલંકાનો તેમનો ત્રીજો પ્રવાશ છે. આ પહેલા તેમણે વર્ષ 2015 અને 2017માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો.

News18 Gujarati
Updated: June 9, 2019, 11:52 AM IST
PM મોદી શ્રીલંકાના પ્રવાસે પહોંચ્યા, વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે કર્યું સ્વાગત
એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત
News18 Gujarati
Updated: June 9, 2019, 11:52 AM IST
વડાપ્રધાન મોદી પોતાના એક દિવસના પ્રવાસ માટે શ્રીલંકા પહોંચી ગયા છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

માલદીવની યાત્રા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીલંકા પહોંચી ગયા છે.  પીએમ મોદી શ્રીલંકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેના સાથે મુલાકાત તેમજ વાતચીત કરશે. જે બાદમાં તેઓ શ્રીલંકાના વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષે અને બાદમાં તમિલ રાષ્ટ્રીય ગઠબંધનના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

પીએમ મોદી રવિવારે 11 વાગ્યે શ્રીલંકાના  પહોંચી ગયા છે.  આ શ્રીલંકાનો તેમનો ત્રીજો પ્રવાસ છે. આ પહેલા તેમણે વર્ષ 2015 અને 2017માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. PM મોદી ઇસ્ટર પર થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ શ્રીલંકાની યાત્રા કરનાર કોઈ પણ દેશના પ્રથમ નેતા છે. આ હુમલામાં 250 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 11 ભારતીયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : માલદીવ સંસદમાં બોલ્યા PM, 'માલદીવ સાથે ગુજરાતનો સંબંધ 2500 વર્ષ જૂનો'

માલદીવથી વિદાય લેતા પીએમ મોદી


'પાડોશી પ્રથમ'ની નીતિ પર મોદી
Loading...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ હતુ કે શનિવારથી શરૂ થઈ રહેલા માલદીવ અને શ્રીલંકાના તેમના પ્રવાસમાં ભારતની 'પાડોશી પ્રથમ'ની અપનાવેલી નીતિનું પ્રતિબિંબ દેખાય છે. આ પ્રવાસથી દરિયા કિનારાથી ઘેરાયેલા બંને દેશો સાથે પરસ્પરના સંબંધો વધારે મજબૂત થશે.

ઇસ્ટર હુમલાની નિંદા

પીએમ મોદીએ ઇસ્ટર હુમલાની નિંદા કરતા કહ્યું કે, ભારતના લોકો ખભેથી ખભો મેળવીને શ્રીલંકાની પડખે ઉભા છે, જેમણે ઇસ્ટરના દિવસે ભીષણ આતંકવાદી હુમલા બાદ પીડા અને વિનાશનો સામનો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, 'અમે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં શ્રીલંકાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.'
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...