PM Narendra Modi on Banking Sector: પીએમનું કહેવું છે કે જનધન ખાતાના કારણે ક્રાઈમ રેટમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું, ‘આજે જ્યારે દેશ નાણાકીય સમાવેશ પર આટલી મહેનત કરી રહ્યો છે, ત્યારે નાગરિકોની ઉત્પાદક ક્ષમતાને અનલોક કરવી બહુ જરૂરી છે.
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ નાણા મંત્રાલય (Ministry of Finance)ના નાણાકીય સેવા વિભાગ દ્વારા આયોજિત કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ અવિરત ધિરાણ પ્રવાહ અને આર્થિક વૃદ્ધિ માટે તાલમેલ બેસાડવાના (Creating Synergies for Seamless Credit Flow and Economic Growth) વિષય પર ચર્ચા કરી હતી. ગુરુવારે તેમણે કહ્યું કે, સરકારના પ્રયાસોને કારણે આજે ભારતનું બેંકિંગ ક્ષેત્ર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. આ સાથે તેમણે જનધન સહિત સરકાર તરફથી લેવામાં આવેલા નવા નિર્ણયો અંગે પણ વાત કરી.
ગુરુવારે પીએમ મોદીએ કહ્યું કે, 'સરકારે છેલ્લા 6-7 વર્ષમાં બેંકિંગ ક્ષેત્રમાં જે સુધારા કર્યા, બેન્કિંગ સેક્ટરનો દરેક રીતે સપોર્ટ કર્યો, તેને લીધે આજે દેશનું બેંકિંગ ક્ષેત્ર બહુ મજબૂત સ્થિતિમાં છે. તમને પણ એવું લાગે છે કે બેંકોની નાણાકીય સ્થિતિ હવે ઘણી સુધરી છે.’ તેમણે કહ્યું, ‘2014 પહેલાં જેટલી પણ મુશ્કેલીઓ હતી, પડકારો હતા, અમે એક-એક કરીને તેના સમાધાનના રસ્તા શોધ્યા છે. અમે એનપીએની સમસ્યાને સંબોધિત કરી, બેન્કોને રિકેપિટલાઈઝ કરી, તેમની શક્તિને વધારી.’
જનધન ખાતાની પ્રશંસા
પીએમ મોદીએ કહ્યું, '2014માં બેંકોની શક્તિને ઓળખીને મેં તેમને આહ્વાન કર્યું કે મારે જન-ધન અકાઉન્ટનું મોટું આંદોલન ઊભું કરવું છે, મારે ગરીબોની ઝૂંપડી સુધી જઈને બેંક ખાતા ખોલાવવા છે.’ તેમણે કહ્યું, ‘જ્યારે દેશની સામે એક લક્ષ્ય રાખ્યું કે આપણે જન-ધન ખાતા ખોલવાના છે, તો આજે હું ગર્વથી તમામ બેંકોનો, તમામ બેંક કર્મચારીઓનો ઉલ્લેખ કરવા માંગુ છું, જેમણે આ સ્વપ્ન સાકાર કર્યું.
પીએમનું કહેવું છે કે જનધન ખાતાના કારણે ક્રાઈમ રેટમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું, ‘આજે જ્યારે દેશ નાણાકીય સમાવેશ પર આટલી મહેનત કરી રહ્યો છે, ત્યારે નાગરિકોની ઉત્પાદક ક્ષમતાને અનલોક કરવી બહુ જરૂરી છે. જેમ કે, હમણાં બેંકિંગ સેક્ટરના જ એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે રાજ્યોમાં જન-ધન ખાતા જેટલા વધુ ખોલવામાં આવ્યા છે, ત્યાં ક્રાઈમ રેટ એટલો જ ઓછો થયો છે.
પીએમ મોદીએ આ દરમ્યાન અગાઉની સરકારોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, 'અમે અગાઉની સરકાર દ્વારા તૈયાર કરાયેલા 5 લાખ કરોડ રૂપિયાના દેવા (Bad Debts)ની પણ વસૂલી કરી. અમે અમારી બેંકિંગ સિસ્ટમની કામ કરવાની રીત બદલી. અમે IBC જેવા સુધારા લાવ્યા, ઘણા કાયદા સુધાર્યા, ડેટ રિકવરી ટ્રિબ્યુનલને સશક્ત કરી. કોરોના સમયગાળા દરમિયાન દેશમાં એક સમર્પિત સ્ટ્રેસ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલ પણ બનાવવામાં આવી.’
PM એ કહ્યું કે કોવિડ દરમિયાન દેશમાં સમર્પિત સ્ટ્રેસ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલની રચના જેવા નિર્ણયોને કારણે આજે બેંકનું રિઝોલ્યુશન અને રિકવરી વધુ સારી છે. બેંકની સ્થિતિ મજબૂત થઈ રહી છે. તેમણે કહ્યું, 'આજે ભારતની બેંકોની તાકાત એટલી વધી ગઈ છે કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને નવી ઉર્જા આપવામાં, તેને આગળ વધારવામાં, ભારતને આત્મનિર્ભર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. હું આ સમયગાળાને ભારતના બેંકિંગ ક્ષેત્રમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ માનું છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર