બંધારણ દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- પારિવારિક પાર્ટીઓ દેશ માટે ચિંતાનો વિષય

બંધારણ દિવસ નિમિતે સેન્ટ્રલ હોલમાં સંબોધન આપતાં પીએમ નરેન્દ્ર મોદી (સંસદ ટીવી)

Constitution Day Of India: પીએમે કહ્યું કે આ બંધારણ દિવસની ઉજવણી આપણો જે માર્ગ છે, એ સાચો છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે પણ કરવી જોઈએ. 1950 પછી દર વર્ષે બંધારણ દિવસ ઉજવવો જોઈતો હતો, પરંતુ કેટલાક લોકોએ તેમ કર્યું નથી.

 • Share this:
  નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બંધારણ દિવસ (Constitution Day Of India)ના અવસર પર કહ્યું છે કે, આપણું બંધારણ માત્ર અનેક કલમોનો સંગ્રહ નથી, આપણું બંધારણ હજારો વર્ષોની મહાન પરંપરા, અખંડ ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. તેમણે કહ્યું કે ભારત એક એવા સંકટ તરફ આગળ વધી રહ્યું છે, જે બંધારણને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે, લોકશાહીમાં આસ્થા રાખનારા માટે ચિંતાનો વિષય છે અને તે છે પારિવારિક પક્ષો. તેમણે કહ્યું કે યોગ્યતાના આધારે એક પરિવારમાંથી એકથી વધુ લોકો જાય, તેના કારણે પાર્ટી પરિવારવાદી નથી બની જતી, પરંતુ એક પરિવાર પેઢી દર પેઢી રાજકારણમાં છે.

  પીએમે કહ્યું કે આ બંધારણ દિવસની ઉજવણી આપણો જે માર્ગ છે, એ સાચો છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે પણ કરવી જોઈએ. પીએમએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ હતી, આપણે બધાએ અનુભવ્યું કે આનાથી મોટો પવિત્ર અવસર કયો હોઈ શકે કે બાબાસાહેબ આંબેડકરે આ દેશને જે નજરાણું આપ્યું છે, તેને આપણે હંમેશા સ્મૃતિ ગ્રંથના રૂપમાં યાદ કરીએ છીએ.

  બંધારણ દિવસ દર વર્ષે ઉજવવો જોઈતો હતો- મોદી

  મોદીએ કહ્યું કે દરેકને સંવિધાનના નિર્માણમાં શું થયું, તે વિશે માહિતગાર કરવા માટે 1950 પછી દર વર્ષે બંધારણ દિવસ ઉજવવો જોઈતો હતો, પરંતુ કેટલાક લોકોએ તેમ કર્યું નથી. આપણે જે કરીએ છીએ તે યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે પણ આ દિવસની ઉજવણી કરવી જોઈએ.

  આ પણ વાંચો: હવે ઘરે બેઠાં બનો ભારતીય બંધારણના જાણકાર, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ઓનલાઇન કોર્સ લોન્ચ કર્યો, જાણો તેની પ્રક્રિયા

  સંસદના સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાને કહ્યું કે આજે 26/11 આપણા માટે એક એવો દુઃખદ દિવસ છે, જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો. દેશના બહાદુર જવાનોએ આતંકવાદીઓ સામે લડતા પોતાનું બલિદાન આપ્યું. આજે હું એ બલિદાનોને પણ નમન કરું છું.

  આ પણ વાંચો: દેશની આ મેડિકલ કોલેજની પાર્ટીમાં થયો કોરોના વિસ્ફોટ, અત્યાર સુધીમાં 182 લોકો સંક્રમિત

  તેમણે કહ્યું કે બંધારણની ભાવનાને પણ ઠેસ પહોંચી છે, બંધારણની એક-એક કલમને પણ ઠેસ પહોંચી છે, જ્યારે રાજકીય પક્ષો પોતાનામાં લોકતાંત્રિક પાત્ર ગુમાવે છે. જે પક્ષો પોતે જ પોતાનું લોકતાંત્રિક પાત્ર ગુમાવી ચૂક્યા છે, તેઓ લોકશાહીનું રક્ષણ કેવી રીતે કરી શકે? વડાપ્રધાને કહ્યું કે મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા ચળવળમાં અધિકારો માટે લડતી વખતે પણ દેશને કર્તવ્યો માટે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. સારું થાત તો દેશની આઝાદી પછી કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો હોત.
  Published by:Nirali Dave
  First published: