ગુજરાતના CMથી દેશના PM સુધી, બ્રેક વગર 20 વર્ષથી નેતૃત્વ સંભાળી રહ્યા છે નરેન્દ્ર મોદી

ગુજરાતના CMથી દેશના PM સુધી, બ્રેક વગર 20 વર્ષથી નેતૃત્વ સંભાળી રહ્યા છે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જાણો તેમની 20 વર્ષની સિદ્ધિઓ વિશે...

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જાણો તેમની 20 વર્ષની સિદ્ધિઓ વિશે...

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે પોતાની સરકારી સેવાના 20મા વર્ષમાં પ્રવેશ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન સુધી, આ 20 વર્ષના કાર્યકાળમાં મોદીએ કોઈ બ્રેક નથી લીધો. તેઓએ પોતાના વ્યક્તિત્વથી ભારતીય જનતા પાર્ટી (BJP)ને રાષ્ટ્રીય સ્તર પર સૌથી મોટી પ્રતિષ્ઠા અપાવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી અચાનક બહાર આવીને તેમણે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી પદની (Chief Minister of Gujarat) જવાબદારી સંભાળી અને એકથી એકથી ચઢીયાતા શિખર સર કર્યા, બીજેપીમાં તેમનો દાખલ આજે પણ આપવામાં આવે છે. મોદીએ ગુજરાતમાં સતત ત્રણ ટર્મ સરકારનું નેતૃત્વ કરીને કેન્દ્રમાં કૉંગ્રેસના દબદબાને પડકાર આપવાનો મજબૂત આધાર તૈયાર કર્યો હતો. 2014માં તેઓ પહેલી વાર ભારે બહુમતથી વડાપ્રધાન બન્યા અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમત પ્રાપ્ત કર્યું.

  નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એ જ વર્ષે કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ગુજરાતે જાનમાલનું ભારે નુકસાન વેઠ્યું હતું. જોકે, મોદીની આગેવાનીમાં ગુજરાતને ફરી બેઠું કરી વેગવંતુ કરવાના અનેક દૂરંદેશી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. મોદી દ્વારા ભરવામાં આવેલા પગલાં જેમકે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટે રાજ્યના પુનર્ગઠનમાં અગત્યની ભૂમિકા નિભાવી. બાદમાં ગુજરાત વીજળી ઉત્પાદન સહિત અનેક મોરચા પર આત્મનિર્ભર થઈ ગયું. ગુજરાતમાં વિકાસનો એક એવો દોર શરૂ થયો, જેને જોઈને દેશના સો કરોડ લોકોની આંખોમાં પણ વસી ગયો. તેઓ હંમેશાથી સૌનો સાથ સૌનો વિકાસના રસ્તે રાજ્યને ગતિમાન રાખતા રહ્યા.  મોદી પોતાની અને તેમની સરકારની વિરુદ્ધ કરવામાં આવી રહેલા કાવતરા અને પાયાવિહોણા વિવાદોથી ક્યારેય નાસીપાસ ન થયા. તેમના કાર્ય અને તેમની ઉપલબ્ધીઓ હંમેશા તેમના પક્ષમાં બોલતી રહી. કોઈ પણ કુદરતી આપત્તિઓના સમયમાં રાહત કાર્યોને આગળ વધીને નેતૃત્વ કરવાની વાત હોય કે ગુજરાતમાં મેન્યૂફેક્ચરિંગ બેઝ વધારવાનો સંકલ્પ હોય, રાજ્યમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સામાજિક અભિયાનની શરૂઆત કરવાની હોય કે પછી વિશ્વસ્તરીય શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની પહેલ-વિકાસ કોઈ પણ પક્ષ સુશાસનનો તેમનો મંત્ર અને તેમની શોધપૂર્ણ દૃષ્ટિથી સ્પર્શા વગર નહોતી રહી.


  ગુજરાત મૉડલે મોદીને અપાવી દેશવ્યાપી લોકપ્રિયતા

  ત્યારબાદ વિકાસ માટે ગુજરાત મૉડલ શબ્દએ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. ગુજરાત મૉડલે મોદીને દેશવ્યાપી લોકપ્રિયતા અપાવવામાં અગત્યની ભૂમિકા નિભાવી, ત્યારબાદ બીજેપીએ તેમને 2013માં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા.

  મોદીએ વડાપ્રધાનની ભૂમિકામાં જનતાને સંતુષ્ટ કરવામાં જોરદાર સફળતા મેળવી. તે ચૂંટણીમાં આપેલા વાયદાઓને સમયમર્યાદાની અંદ પ્રભાવી રૂપે પૂર્ણ કરવાની વાત હોય કે પછી કોવિડ-19 મહામારી જેવી આપત્તિનો સામનો કેમ ન કરવાનો હોય...તેઓએ દરેક પગલે દેશવાસીઓ પ્રત્યે નિષ્ઠાની ભાવનાને વધુ મજબૂત કરી છે.

  આ પણ વાંચો, Fact Check: હવે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન કરશે સુશાંત કેસની તપાસ? જાણો વાયરસ મેસેજની હકીકત

  આ નિર્ણયો સાબિત થયા માઇલસ્ટોન

  >> વડાપ્રધાન મોદીએ આ વર્ષે 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ તરફ પહેલું પગલું ભર્યું. રામલલાના મંદિર માટે શુભ મુહુર્ત પર ભૂમિ પૂજન (Ram Mandir Bhoomi Pujan) કર્યું. હવે મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે.

  >> જમ્મુ-કાશ્મીરમાં બંધારણના આર્ટિકલ 370ને પ્રભાવ વિહોણો (Abrogation of Article 370) કરીને મોદી અને તેમની સરકારે વધુ એક મુખ્ય વાયદાને પૂરો કરી દીધો.

  >> નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ એક સાથે ત્રણ તલાક (Triple Talaq)ની કુપ્રથાથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ અપાવી. બીજેપી તેને મુસ્લિમ સમાજમાં મોટા સુધારનો પાયો માને છે.

  આ પણ વાંચો, ખતરનાક થઈ રહ્યો છે કોરોના! હૉસ્પિટલમાં દાખલ 5માંથી 4 દર્દીમાં જોવા મળ્યા માનસિક બીમારીના લક્ષણ

  આ દરમિયાન બે પાર્ટીઓનો સાથ છૂટ્યો

  નરેન્દ્ર મોદીના વડાપ્રધાન રહેતા NDAના બે જૂના સાથી શિવસેના (Shiv Sena) અને શિરોમણિ અકાલી દળ (SAD)એ પોતપોતાનો રસ્તો અલગ કરી દીધો. એક બીજેપી નેતાએ કહ્યું કે, કૃષિ સુધાર માટે લાવવામાં આવેલા કાયદા અમારા ગઠબંધનને ખૂબ મોંઘો પડ્યા અને એક જૂના સાથી શિરોમણી અકાળી દળે અમારો સાથ છોડી દીધો. જોકે, વડાપ્રધાન પોતાના નિર્ણય પર અડગ રહ્યા, કારણે કે આ કાયદો 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો માર્ગ મોકળો કરવાનો છે.

  બીજેપી નેતાએ કહ્યું કે, વડાપ્રધાને સુનિશ્ચીત કર્યું છે કે ચૂંટણી ઢંઢેરાને સરકારી નિર્ણયોનો આધાર બનાવવો જોઈએ. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું કે ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વાયદાઓને ગંભીરતાથી પૂરા કરવા જોઈએ.

  આ પણ વાંચો, COVID-19: હળદર-જીરું ખાવાથી લઈને યોગાભ્યાસ સુધી, કોરોનાથી બચવા આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

  આજે નરેન્દ્ર મોદી જન-વિશ્વાસનું બીજું નામ છે. જ્યારે-જ્યારે કોઈ મુસીબત સામે આવે છે, ગરીબોની સાથે તેમનું બોન્ડિંગ અગાઉથી પણ વધી જાય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ગરીબો માટે તેઓએ જે કંઈ કર્યું છે, તે કદાચ કોઈ બીજા વડાપ્રધાને અત્યાર સુધી કોઈએ નથી કર્યું. તેમનામાં જે જન-ભાવના અને આશ્વાસન છે તેના કારણે તેમને પહેલાથી અનેકગણું વધારે બહુમત પ્રાપ્ત થયું છે. જોકે, હજુ અડધા કાર્ય જ સંપન્ન થયા છે અને સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રની સાથે ન્યૂ ઈન્ડિયાના નિર્માણની યાત્રા પૂરી કરવાની બાકી છે.
  Published by:Mrunal Bhojak
  First published:October 07, 2020, 10:17 am

  ટૉપ ન્યૂઝ