નવું મંત્રીમંડળઃ PM મોદીની ‘સૌથી યુવા ટીમ’ તૈયાર, 31 ઉચ્ચ શિક્ષિત, 11 મહિલા મંત્રી પણ સામેલ

મોદી કેબિનેટમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે અને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. (તસવીર- BJP4India Twitter)

મોદી સરકારના નવા મંત્રીમંડળની સરેરાશ ઉંમર 58 વર્ષ, નવા મંત્રીઓમાં 13 વકીલ, 6 ડૉક્ટર અને 5 એન્જિનિયર

 • Share this:
  નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની નવી ટીમ તૈયાર થઈ ચૂકી છે. બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં 43 નેતાઓએ શપથ લીધા. આ દરમિયાન અનેક જૂના મંત્રીઓએ પોતાના પદ છોડ્યા, તો અનેક નવા નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત પહેલા જ મંત્રીઓના કામકાજની સમીક્ષા વડાપ્રધાન મોદી તરફથી કરવામાં આવી ચૂકી હતી. આ દરમિયાન અનેક મંત્રીઓને પ્રમોટ પણ કર્યા છે. નવા કેબિનેટ (Modi Government New Cabinet)ની ખાસ વાત તેના સભ્યોની ઉંમર કહી શકાય છે. મંત્રીમંડળની સરેરાશ ઉંમર 58 વર્ષ છે.

  નવી કેબિનેટમાં શું છે ખાસ?

  નવા મંત્રીમંડળમાં સામેલ સભ્યોમાંથી 4 પૂર્વ મુખ્યમંત્રી છે, જ્યારે 18 રાજ્ય મંત્રીની જવાબદારી પહેલા નિભાવી ચૂક્યા છે. પૂર્વ ધારાસભ્યોની સંખ્યા 39 છે. અભ્યાસના હિસાબથી જોઈએ તો, આ વખતે 13 સભ્ય વકીલ, 6 ડૉક્ટર અને 5 એન્જિનિયર છે. સાથોસાથ 7 સિવિલ સર્વન્ટની સાથે ગણીને કહી શકાય કે ટીમમાં 31 સભ્ય ઉચ્ચ શિક્ષિત છે. મંત્રીમંડળમાં 11 મહિલાઓ છે, જેમાંથી બેને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો છે. બુધવારે કુલ 43 મંત્રીઓને શપથ અપાવવામાં આવ્યા જેમાં 15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રી છે.

  આ પણ વાંચો, હિમાચલના 6 વાર મુખ્યમંત્રી રહેલા વીરભદ્ર સિંહનું નિધન, IGMCમાં લીધા અંતિમ શ્વાસ

  મંત્રીમંડળ વિસ્તારમાં ભારતીય પ્રશાસનિક સેવાના બે પૂર્વ અધિકારીઓને કેન્રીજ્ય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અશ્વિની વૈષ્ણવ અને રામચંદ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરાવવામાં આવી. બીજી તરફ, ત્રિપુરાની પ્રતિમા ભૌમિક રાજ્યની પહેલી નેતા છે, જેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. સાથોસાથ પુર્વોત્તરથી બે નેતાઓને કેબિનેટ અને ત્રણ નેતાઓને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, ચોરનો વિચિત્ર શોખઃ મહિલાઓના જૂતાઓની ગંધ છે પસંદ, પોતે જણાવી ‘ગંદી આદત’  પહેલાથી જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે વડાપ્રધાન મોદીની ટીમમાં આ વખતે જાતીય સમીકરણોનું ધ્યાન રાખવામાં આવી શકે છે. નવા મંત્રીમંડળમાં 5 મંત્રી લઘુમતી સમુદાયના છે. જ્યારે ઓબીસીની સંખ્યા 27 છે. ખાસ વાત એ છે કે તેમાંથી 5ને કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત થશે. શપથ લેનારા નેતાઓમાં 8 અનુસૂચિત જનજાતિમાંથી 3ને કેબિનેટનો દરજ્જો મળ્યો છે. જ્યારે, અનુસુચિત જાતિ સમુદાયમાંથી આવનારા 12 નેતાઓમાંથી 2ને કેબિનેટ મંત્રાલયમાં સ્થાન મળ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: