PM નરેન્દ્ર મોદીનું આહ્વાન : વોકલ ફોર લોકલની સાથે #Local4Diwali ને પણ પ્રમોટ કરો

PM નરેન્દ્ર મોદી

જે ઉત્પાદનમાં આપણા દેશની માટીની મહેક હશે તેનાથી આપણે વધારે મજબૂત બનીશું - PM મોદી

  • Share this:
    નવી દિલ્હી : દિવાળી પહેલા (Diwali 2020) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)આત્મનિર્ભર ભારતના સંકલ્પ અંતર્ગત સ્થાનીય ઉત્પાદનના ઉપયોગ પર ભાર આપ્યો છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું કે મારી વિનંતી છે કે વોકલ ફોર લોકલની સાથે #Local4Diwaliને પણ ખુબ પ્રમોટ કરે. તેનાથી સ્થાનિક ઓળખ તો મજબૂત થશે જ, જે લોકો સામાન બનાવે છે તેમની દિવાળી પણ રોશન થઈ જશે. મારા દેશના લોકો જે પરસેવો પાડી રહ્યા છે, કશું ના કશું નવું કરી રહ્યા છે તેમનો હાથ પકડવો આપણા બધાની જવાબદારી છે.

    ઉલ્લેખનીય છે કે થોડાક મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદી સ્વદેશી એપ્સથી લઈને સ્વદેશી ઉત્પાદનનો ઉલ્લેખ પણ કરે છે. આ પાછળનો ઉદ્દેશ્ય ભારતમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.

    આ પણ વાંચો - ગુપકાર સમજુતીને લઈને ફારુક અબ્દુલાએ કહ્યું - અમે દેશના નહીં, BJPના દુશ્મન



    પીએમ મોદીએ કહ્યું કે લોકલ ફોર વોકલની ગૂંજ હવે ચારેય તરફ જોવા મળી રહી છે. હવે #Local4Diwaliને પ્રમોટ કરો. દરેક વ્યક્તિ ગૌરવ સાથે લોકલ પ્રોડક્ટનો ઉપયોગ કરશે અને લોકો સુધી પહોંચાડશે તો તેની મજબૂત અસર થશે. તેને સ્થાનિક ઓળખ તો મળશે જ સાથે જ જે લોકો આ પ્રોડક્ટ્સને બનાવે છે તેની દિવાળી પણ રોશન થઈ જશે. જે ઉત્પાદનમાં આપણા દેશની માટીની મહેક હશે તેનાથી આપણે વધારે મજબૂત બનીશું. આપણા દેશમાં બનેલા પ્રોડક્ટ્સ પ્રત્યે આપણે સમર્પિત થવું પડશે.
    Published by:Ashish Goyal
    First published: