નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા અંદામાન-નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત સ્મારકના મોડેલનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે પીએમ મોદીએ અંદામાન-નિકોબારના 21 ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા. અત્યાર સુધી આ ટાપુઓ નામ નહોતા, પરંતુ આજથી આ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ આવનારી પેઢીઓ આઝાદીના અમૃત કાળના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે યાદ રાખશે. આ ટાપુઓ આપણી આવનારી પેઢીઓ માટે શાશ્વત પ્રેરણાનું સ્થાન બની રહેશે. આ માટે હું દરેકને અભિનંદન આપું છું.
Parakram Diwas 2023: PM Modi names 21 largest unnamed islands of Andaman Nicobar after Param Vir Chakra awardees
PM Modi names 21 largest unnamed islands of Andaman & Nicobar Islands.
The islands have been named after 21 Param Veer Chakra awardees including Major Somnath Sharma, Subedar and Hony Captain (then Lance Naik) Karam Singh, 2nd Lt. Rama Raghoba Rane, Nayak Jadunath Singh pic.twitter.com/RWvy8F6118
તેમણે વધુમાં કહ્યું કે અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના 21 ટાપુઓના નામ આપવામાં આવ્યા છે. આ 21 ટાપુઓ 21 પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જ્યાં રહેતા હતા તે ટાપુ પર, તેમના જીવન અને યોગદાનને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું છે.
The islands have been named after 21 Param Veer Chakra awardees including Major Shaitan Singh, Company Quartermaster Havildar Abdul Hamid, Lt Col Ardeshir Burzorji Tarapore, Lance Naik Albert Ekka. pic.twitter.com/vRwzIbeUda
સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશના ગૌરવ સમાન સુભાષ બાબુની પ્રતિમા આદર સાથે સ્થાપિત કરવાનું કામ કર્યું. આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવાનું કામ કર્યું. દુર્ભાગ્યપૂર્ણ છે કે સુભાષબાબુને ભૂલી જવાના ઘણા પ્રયાસો થયા છે, પરંતુ કહેવાય છે કે જેઓ બહાદુર હોય છે તેઓ તેમની સ્મૃતિ માટે કોઈના પર નિર્ભર નથી હોતા. એ સ્મૃતિ તેમની વીરતાની સાથે જ હોય છે.
The islands have been named after 21 Param Veer Chakra awardees including Company Havildar Major Piru Singh; Capt GS Salaria; Lieutenant Colonel (then Major) Dhan Singh Thapa; Subedar Joginder Singh. pic.twitter.com/LrAhMcCcK6
સમાચાર એજન્સી ANI અનુસાર, ટાપુઓનાં નામ નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે સહિત 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. તેમાં મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન (તત્કાલીન લાન્સ નાઈક) કરમ સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં, કેન્દ્ર સરકારે પરમવીર ચક્ર વિજેતાઓને સન્માનિત કરવા માટે આ પહેલ કરી છે. 21 ટાપુઓમાંથી, 16 ઉત્તર અને મધ્ય અંદામાન જિલ્લામાં અને પાંચ દક્ષિણ અંદામાનમાં સ્થિત છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે એટલે કે સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. અમિત શાહ આંદામાન-નિકોબાર ટાપુઓની બે દિવસીય મુલાકાતે રવિવારે મોડી રાત્રે પોર્ટ બ્લેર પહોંચ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતાજીએ 30 ડિસેમ્બર, 1943ના રોજ અહીંના જીમખાના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને શાહ આજે તે જ સ્થળે ધ્વજ ફરકાવશે. આ મેદાનનું નામ હવે 'નેતાજી સ્ટેડિયમ' છે. અમિત શાહ સેલ્યુલર જેલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા. અંદામાન અને નિકોબાર ટાપુઓ જાપાનના કબજામાં હતા અને ઔપચારિક રીતે 29 ડિસેમ્બર 1943ના રોજ નેતાજીની આઝાદ હિંદ સરકારને સોંપવામાં આવ્યા હતા.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર