પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક પર ચૂંટણી પંચે રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું કે બાયોગ્રાફી પ્રકારની કોઈ પણ બાયોપિક જે કોઈ પણ રાજકીય એકમ કે તેના સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિના ઉદ્દેશ્યને પૂરી કરી છે, જેમાં ચૂંટણી મેદાનમાં ગડબડ કરવાની ક્ષમતા હોય, તેને સિનેમા સહિત ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શિત ન કરવી જોઈએ.
ચૂંટણી પંચે આપેલા આદેશમાં કહ્યું છે કે NTR Laxmi, Pm Narendra Modi અને Udyama Simham ઉપર પણ આગામી ચૂંટણી સુધી રોક લગાવવામાં આવે છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલે અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે કહ્યું હતું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં.
Election Commission on complaints against movies NTR Laxmi, PM Narendra Modi & Udyama Simham: "These have potential to affect level playing field which is in consonance with Model Code of Conduct" & "shouldn't be displayed in electronic media including cinematograph during MCC" pic.twitter.com/3jRiVDyeE2
આ પહેલા બોમ્બે હાઈકોર્ટે સોમવારે આપેલા પોતાના ચુકાદામાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની રીલીઝ ડેટ પર દખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પીએમ મોદીની બાયોપિકને અનેક પાર્ટીઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન માની રહી છે.
આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે પણ તેની રીલીઝ ડેટ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ચૂંટણી પંચને પણ આ ફિલ્મની ફરિયાદ કરવામાં આવી હતી.
ફિલ્મ પર રોક લગાવવાની માંગને લઈને વિવેક ઓબેરોયે કહ્યું હતું કે મને સમજમાં નથી આવી રહ્યું કે કેટલાક લકો આ પ્રકારે ઓવરરિએક્ટ કેમ કરી રહ્યા છે, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર અને ફેમસ વકીલ આવી ફિલ્મ પર પિટિશન દાખલ કરવામાં પોતાનો સમય કેમ બરબાદ કરી રહ્યા છે? શું તેઓ ફિલ્મથી ડરે છે કે ચોકીદાના ડંડાથી.
વિવેક એમ પણ કહ્યું હતું કે, મોદીની જિંદગીને વધારી-ચડાવીને નથી દર્શાવવામાં આવી. પીએમ મોદીનું વ્યક્તિત્વ પહેલાથી જ ઘણું મોટું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર