Home /News /national-international /

મારું ગુરુદ્વારમાંથી તાલિબાને અપહરણ કરી લીધું હતું, પીએમ મોદીને મળીને અફઘાનના શીખ-હિન્દુએ સંભળાવી આપવીતી

મારું ગુરુદ્વારમાંથી તાલિબાને અપહરણ કરી લીધું હતું, પીએમ મોદીને મળીને અફઘાનના શીખ-હિન્દુએ સંભળાવી આપવીતી

આ મુલાકાત પીએમ મોદીના (Prime Minister Narendra Modi)દિલ્હી સ્થિત આવાસ પર થઇ હતી

Afghanistan news - અફઘાનિસ્તાનમાં તાલિબાનના (Taliban) કબજા પછી ભારત આવેલા અફઘાન શીખ હિન્દુના પ્રતિનિધિમંડળે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

    નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) કબજા પછી ભારત આવેલા અફઘાન શીખ હિન્દુના (Afghani Hindu Sikh)પ્રતિનિધિમંડળે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દલની આ મુલાકાત પીએમ મોદીના (Prime Minister Narendra Modi)દિલ્હી સ્થિત આવાસ પર થઇ હતી. પીએમે પહેલા પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું અને પછી તેમના દ્વારા લાવેલા ભેટનો સ્વીકાર કર્યો હતો. પ્રતિનિધિ મંડળે પીએમ મોદીને અફઘાની અંદાજમાં સાફો પહેરાવ્યો હતો.

    અફઘાન શીખ હિન્દુ પ્રતિનિધિમંડળે તાલિબાનના અફઘાનિસ્તાનમાં કબજા દરમિયાન ખરાબ સંકટના સમયમાં ત્યાંથી બહાર કાઢીને ભારતમાં શરણ આપવા માટે પીએમનો આભાર વ્યક્ત કર્યો હતો. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ 2020માં તાલિબાન દ્વારા અપહરણ કરાયેલા અફઘાન નાગરિક નિદાન સિંહ સચદેવા (Nidan Singh Sachdeva)સાથે પણ વાતચીત કરી હતી.

    નિદાન સિંહ સચદેવાએ જણાવ્યું કે મારું એક ગુરુદ્વારામાંથી તાલિબાન દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને તે મારું ધર્મ પરિવર્તન કરાવવા માંગતા હતા. નિદાન સચદેવાએ કહ્યું કે મને ભારતીય જાસુસ સમજીને અપહરણ કર્યું હતું. સચદેવાએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ખરાબ સંકટના સમયે ભારત સરકારે જે અમારી મદદ કરી હતી જેનાથી અમે ઘણા ખુશ છીએ. અમને આશ્રય અને રાષ્ટ્રીયતાની આવશ્યકતા છે.

    આ પણ વાંચો - Ukraine crisis: નવી સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યો યૂક્રેન સરહદ પર રશિયાના સૈનિકોનો જમાવડો



    પ્રતિનિધિ મંડળમાં રહેલા અને 1989માં અફઘાનિસ્તાનથી ભારત આવેલા તરેન્દ્ર સિંહે જણાવ્યું કે અમે પીએમ મોદીને કાબુલની સ્થિતિ વિશે અવગત કરાવ્યા હતા. તેમણે કહ્યું કે અમારી મુખ્ય સમસ્યા દેશીયકરણથી અમે આજે પણ પોતાની નાગરિકતા માટે આમ-તેમ ભટકી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ સમસ્યાને હલ કરવા માટે અમે CAA લાવવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

    પીએમ મોદીને મળવા પહોંચેલા પ્રતિનિધિ મંડળમાં ગુલજીત સિંહ(Guljeet Singh), ડો. રઘુનાથ કોચર (Dr Raghunath Kochar), હરભજન સિંહ (Harbhajan Singh), અફઘાન મૂળના ભારતીય વ્યવસાયી બંસરી લાલ અરેન્દે સામેલ હતા. આ લોકોને ગત વર્ષે અફઘાનિસ્તાનમાં અપહરણ કરી લીધું હતું. જોકે ભારતના દબાણ પછી બધા લોકોને છોડી દેવામાં આવ્યા તા. આ બેઠકમાં સામેલ અધિકાંશ લોકો એ હતા જે છેલ્લા બે દશકમાં અફઘાનિસ્તાનથી ભારત પરત ફર્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Afghanistan Crisis, Taliban news, પીએમ મોદી

    આગામી સમાચાર