PM મોદીએ કાશીના મતદારોને આપ્યો સંદેશ : 'આપને બધી જ ખબર છે'

પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

નરેન્દ્ર મોદીએ કાશી વિશે લખી કવિતા, કહ્યુ- કાશીએ મારા જીવનને ધન્ય કરી દીધું

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના મતદારો માટે વીડિયો મેસેજ જાહેર કર્યો છે. વડાપ્રધાને છેલ્લા પાંચ વર્ષમાં વારાણસીમાં થયેલો વિકાસ અને વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પીએમ તરીકે વારાણસીથી મળેલા અનુભવ તેમના માટે મહત્વપૂર્ણ છે. પીએમે કહ્યું કે, વારાણસીમાં વિકાસની ગતિએ છેલ્લા પાંચ વર્ષમાં જોરદાર ઝડપ પકડી છે. વિભિન્ન યોજનાઓથી સમાજના તમામ વર્ગોને લાભ મળ્યો છે.

    વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આપે મને એટલું આપ્યું છે જેને હું ગણાવી ન શકું, દરેક કાશીવાસી બધું જ જાણે છે કે શું કરવાનું છે, શું નથી કરવાનું. આપણે મળીને વિકાસને ગતિ આપવાની છે, કાશીવાળાને બધી જ ખબર છે.

    કાશી વિકાસનું આદર્શ ઉદાહરણ

    પોતાના સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે, કાશીએ મારા જીવનને ધન્ય કરી દીધું, કાશી વિકાસનું આદર્શ ઉદાહરણ છે. કાશી પર બાબા વિશ્વનાથથી કૃપા છે, મારા રોમ-રોમમાં કાશી વસેલું છે.

    વારાણસી માટે લખી કવિતા

    પીએમે કાશી માટે લખેલી પોતાની કવિતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, મેં જ્યારે કાશી વિશે લખવા માટે કલમ ઉઠાવો તો વધુ કંઈ લખી ન શક્યો, માત્ર આ લખ્યું...
    પુરાતન, પુનીત, પરિમલ કાશી અડિગ અપ્રતિમ અવિરલ કાશી, નિરંતર, નિર્વિઘ્ન નિર્મલ કાશી વિશિષ્ટ વિકસિત વિમલ કાશી.

    'કાશીમાં આધ્યાત્મિક ઉન્નતિ પણ થઈ'

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વારાણસીનો માત્ર વિકાસ નથી થઈ રહ્યો પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ થઈ રહી છે. મોદીએ પોતાના મત વિસ્તારના મતદારોને કહ્યું કે વિદેશી રાષ્ટ્ર પ્રમુખ પણ કાશીની આધ્યાત્મિક્તાના વખાણ કરે છે.
    Published by:Mrunal Bhojak
    First published: