મુલાકાતમાં મમતાએ ઉઠાવ્યો CAA,NRCનો મુદ્દો, પ્રધાનમંત્રીએ કહ્યું દિલ્હી આવો!

News18 Gujarati
Updated: January 11, 2020, 6:18 PM IST
મુલાકાતમાં મમતાએ ઉઠાવ્યો CAA,NRCનો મુદ્દો, પ્રધાનમંત્રીએ કહ્યું દિલ્હી આવો!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય યાત્રા પર શનિવારે કોલકાતા પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય યાત્રા પર શનિવારે કોલકાતા પહોંચ્યા

  • Share this:
કોલકાતા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)બે દિવસીય યાત્રા પર શનિવારે કોલકાતા પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી  મમતા બેનરજી સાથે મુલાકાત થઈ હતી. આ પ્રવાસમાં પીએમ મોદી કોલકાતા બંદરગાહ ટ્રસ્ટની 150માં વર્ષગાંઠના પ્રસંગે આયોજીત સમારોહમાં સામેલ થશે. પીએમ મોદીની આ યાત્રા એવા સમય થઈ રહી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં સંશોધિત નાગરિકતા કાનૂન સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

પીએમ મોદી અને મમતા બેનરજીની આ મુલાકાત પ્રોટોકાલ પ્રમાણે થઈ હતી. મમતા બેનરજીએ આ સંક્ષિપ્ત મુલાકાતમાં પ્રધાનમંત્રીને કહ્યું કે બંગાળ સીએએ અને એનઆરસીને સ્વિકાર કરશે નહીં.

મમતાએ પીએમ સાથે મુલાકાત પછી મીડિયાને જાણકારી આપી હતી કે તેમણે પીએમને સલાહ આપી છે કે સરકારે સીએએ અને એનઆરસી પર પુર્નવિચાર કરવો જોઈએ. આ પર પ્રધાનમંત્રીએ મમતા બેનરજીને કહ્યું કે તે હાલ કોઈ અન્ય કારણથી બંગાળ પ્રવાસે આવ્યા છે. જો તે (મમતા) આ વિષય પર વાત કરવા માંગે છે તો તે અલગથી મુલાકાત માટે દિલ્હી આવી શકે છે.

આ પણ વાંચો - PoK પર આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું - આદેશ મળશે તો કાર્યવાહી કરીશું

કોલકાતા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં ભાગ લેશે પીએમ મોદી
પીએમ મોદી શહેરના મધ્ય વ્યાપારિક જિલ્લામાં બીબીડી બાગ ક્ષેત્રના ઐતિહાસિક કરેંસી બિલ્ડિંગ જશે. જ્યાં તે એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના નિવેદન પ્રમાણે શનિવારે પ્રધાનમંત્રી કોલકાતામાં ચાર ધરોહર ઇમારતોને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઇમારતોમાં જૂની કરેંસી બિલ્ડિંગ, બેલ્વેદેર હાઉસ, મેટકોફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. સંસ્કૃતિ મંત્રાલયે મરામ્મતનું કામ કર્યું છે. પીએમ મોદી રવિવારે કોલકાતા પોર્ટ ટ્રસ્ટના એક કાર્યક્રમમાં ભાગ લેશે. તે કોલકાતા પોર્ટ ટ્રસ્ટના વર્તમાન અને સેવાનિવૃત કર્મચારીઓના પેન્શન ફંડમાં કમીને પુરી કરવા માટે 501 કરોડ રુપિયાના ચેક પણ આપશે.
First published: January 11, 2020, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading