Home /News /national-international /

સિંગાપોરમાં પીએમ મોદી અને USના રક્ષા મંત્રી સાથે થઇ મુલાકાત, સુરક્ષા અંગે કરાઇ ચર્ચા

સિંગાપોરમાં પીએમ મોદી અને USના રક્ષા મંત્રી સાથે થઇ મુલાકાત, સુરક્ષા અંગે કરાઇ ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં અમેરિકાના રક્ષામંત્રી જીમ મેટિસ સાથે શનિવારે મુલાકાત કરી છે. પેંટાગન દ્વારા પ્રશાંત કમાનનું નામ બદલીને હિંદ-પ્રશાંત કમાન કર્યાના થોડા દિવસ પછી આ મુલાકાત થઇ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં અમેરિકાના રક્ષામંત્રી જીમ મેટિસ સાથે શનિવારે મુલાકાત કરી છે. પેંટાગન દ્વારા પ્રશાંત કમાનનું નામ બદલીને હિંદ-પ્રશાંત કમાન કર્યાના થોડા દિવસ પછી આ મુલાકાત થઇ છે.

  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં અમેરિકાના રક્ષામંત્રી જીમ મેટિસ સાથે શનિવારે મુલાકાત કરી છે. પેંટાગન દ્વારા પ્રશાંત કમાનનું નામ બદલીને હિંદ-પ્રશાંત કમાન કર્યાના થોડા દિવસ પછી આ મુલાકાત થઇ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણ દિવસના પ્રવાસના છેલ્લા દિવસે મોદીએ બંધ રૂમમાં મુલાકાત કરી હતી જેમાં બંને પક્ષોના આંતરીક અને વૈશ્વિક હિતોના દરેક સુરક્ષા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

  બંને નેતાઓ વચ્ચેની આ બેઠક વાર્ષીક શંગરી-લા વાટાઘાટ દરમિયાન થઇ. મોદીએ શુક્રવારે રાત્રે આ સમિટને બંબોધિત કરતા જણાવ્યું હતું કે, ‘એશિયાથી દુશ્મનાવટ’થી વિસ્તાર પાછળ રહી જશે જ્યારે સહયોગ આપનાર એશિયાથી શતાબ્દીનું સ્વરૂપ નક્કી થશે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારત અને ચીન એક બીજાના હિતો પ્રત્યે સંવેદનશીલ રહેતા વિશ્વાસની સાથે કામ કરીએ છીએ. ત્યારે એશિયા અને દુનિયાના સારું ભવિષ્ય મળશે. આંતરરાષ્ટ્રીય કાયદાના અંતર્ગત સમુદ્ર અને વાયુના સ્થળોનો ઉપયોગ કરવા માટે દરેક પાસે સમાન અધિકાર હોવા જોઇએ. આ અંતર્ગત શિપિંગની સ્વતંત્રતા, અનધિકૃત વાણિજ્ય તથા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનની આવશ્યક્તા પડશે.

  મેટિસને પણ સંબોધન કર્યું હતું જેમાં તેમણે સ્વતંત્રતા અને વ્યવસ્થા આધારિત નિયમો ઉપર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે મેટિસે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્વિત કરવા માટે એક સાથે અને અન્ય દેશો સાથે મળીને કામ કરવું જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમુદ્રી રસ્તાઓ બધા દેશો માટે ખુલ્લા રહે એ યોગ્ય છે.

  ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ દક્ષિણ ચીન સાગરના સૈન્યકરણ ઉપર ચીન સાથે વધતા તણાવ વચ્ચે પોતાની સૌથી જૂની અને સૌથી મોટી સૈન્ય કમાન પ્રશાંત કમાનનું નામ બદલીને હિંદ-પ્રશાંત કમાન કરવામાં આવ્યું છે.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Singapore, પીઅેમ નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन