Home /News /national-international /PM Modi Europe Visit: PM મોદીએ જર્મનીમાં કહ્યું - રશિયા અને યુક્રેનના જંગમાં કોઇપણ દેશ વિજયી થઇ શકે નહીં

PM Modi Europe Visit: PM મોદીએ જર્મનીમાં કહ્યું - રશિયા અને યુક્રેનના જંગમાં કોઇપણ દેશ વિજયી થઇ શકે નહીં

પીએમ મોદીની જર્મનીની પાંચમી યાત્રા છે

PM Modi Meet Olaf Scholz : પીએમ મોદીએ સોમવારે જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જ સાથે મુલાકાત કરી

બર્લિન : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi Europe Visit)સોમવારે જર્મનીમાં કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં કોઇપણ દેશ વિજયી બની શકે નહીં. યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરવાની સાથે તેમણે એ વાત ઉપર પણ ભાર આપ્યો કે ભારત શાંતિનું સમર્થન કરે છે. પીએમ મોદીએ (pm narendra modi)સોમવારે જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જ (German Chancellor Olaf Scholz)સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદી યુરોપના ત્રણ દેશોની યાત્રાના પ્રથમ તબક્કામાં સોમવારે જર્મની પહોંચ્યા. પોતાની યાત્રા દરમિયાન મોજી ડેનમાર્ક અને ફ્રાન્સ પણ જશે. પ્રધાનમંત્રી મોદીની યુરોપ યાત્રા યુક્રેન સંકટ વચ્ચે થઇ રહી છે જેને લઇને રશિયા સામે લગભગ આખું યુરોપ એકજુટ છે.

આ પણ વાંચો - VIDEO: જર્મનીમાં ભારતીય સમુદાયને મળ્યા PM મોદી, બાળકે સંભળાવ્યું દેશભક્તિ ગીત, પીએમે પીઠ થપથપાવી

પ્રધાનમંત્રી મોદીની જર્મની ચાન્સેલર શોલ્જ સાથે આ પ્રથમ મુલાકાત છે. જેમણે ડિસેમ્બર 2021માં પદભાર ગ્રહણ કર્યો છે. આ પહેલા બન્ને નેતાઓની ગત વર્ષે જી-20 બેઠકમાં મુલાકાત થઇ હતી. તે સમયે શોલ્જ વાઇસ ચાન્સલર અને વિત્ત મંત્રી હતા.

આ દરમિયાન જર્મન ચાન્સેલરે ભારતને એશિયામાં પોતાનું સુપર પાર્ટનર ગણાવ્યું છે. જર્મન ચાન્સેલરે PM મોદીને જર્મનીમાં જૂનમાં મળનારી G-7 બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. જર્મન ચાન્સેલર શોલ્જે કહ્યું કે ઈન્ડો-પેસિફિક ઘણું જ ડાયનેમિક રીઝન છે, પરંતુ તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ રીઝનમાં ભારત અમારું એક મહત્વનું પાર્ટનર છે.

પીએમ મોદીની પાંચમી જર્મન યાત્રા

પીએમ મોદીની જર્મનીની પાંચમી યાત્રા છે. આ પહેલા તે એપ્રિલ 2018, જુલાઇ 2017, મે 2017 અને એપ્રિલ 2015માં જર્મની ગયા હતા.

પીએમ મોદીએ બર્લિનમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી

પીએમ મોદીએ બર્લિનમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. તેમનો આ કાર્યક્રમ હોટલ એડલાન કેમ્પિંસ્કીમાં રાખવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં ભારતીય પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે હોટલ પહોંચ્યા તો ભારતીય સમુદાયના લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. જર્મનીમાં રહી રહેલા ભારતીય સમુદાયના લોકોએ જ્યારે પ્રધાનમંત્રીને જોયા તો વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવા માટે કેટલાક બાળકો પણ હોટલ પહોંચ્યા હતા. તેમણે પીએમ સાથે વાત કરી હતી.
First published:

Tags: Narendra modi speech, PM Narendra Modi Live, પીએમ મોદી