Home /News /national-international /

Mann ki Baat: પીએમ મોદીએ કહ્યુ, 'કોરોના હજી ગયો નથી, સાવધાની રાખજો'

Mann ki Baat: પીએમ મોદીએ કહ્યુ, 'કોરોના હજી ગયો નથી, સાવધાની રાખજો'

PM મોદીની ફાઇલ તસવીર

PM Modi Mann ki Baat: પીએમ મોદીએ કહ્યું, 'હું આજે પણ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં જવા માંગતો નથી. હું ફક્ત સેવામાં રહેવા માંગુ છું.

  નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા જનતાની સામે પોતાના મનની વાત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ ભાગમાં લોકોપયોગી થયેલા કામનો ઉલ્લેખ કરીને લોકોને પ્રોત્સાહિત કરે છે વડાપ્રધાન આ કાર્યક્રમ દ્વારા ઘણી પ્રેરણાદાયી વાતો પણ કરે છે. 24 ઓક્ટોબરે પ્રસારિત થયેલા તેમના મન કી બાતના છેલ્લા એપિસોડમાં વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાનની ચર્ચા કરી હતી.

  મન કી બાતના મહત્ત્વના અંશો
  • સરકારના પ્રયાસોથી, સરકારની યોજનાઓથી કોઈપણ જીવન કેવી રીતે બદલાયું, તે બદલાયેલ જીવનનો અનુભવ શું છે? આ સાંભળીને આપણે પણ સંવેદનાથી ભરાઈ જઈએ છીએ. તેનાથી મનને સંતોષ પણ મળે છે અને તે યોજનાને લોકો સુધી લઈ જવાની પ્રેરણા પણ મળે છે.
  • પીએમ મોદીએ કહ્યું, 'હું આજે પણ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં જવા માંગતો નથી. હું ફક્ત સેવામાં રહેવા માંગુ છું. મારા માટે આ પોસ્ટ માત્ર સત્તા માટે નથી પરંતુ સેવા માટે છે.

  • પીએમ મોદીએ કહ્યું- આઝાદીમાં તેના આદિવાસી સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને, દેશે પણ આદિવાસી ગૌરવ સપ્તાહની ઉજવણી કરી છે. દેશના વિવિધ ભાગોમાં આને લગતા કાર્યક્રમો પણ યોજાયા હતા. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં, જારાવા અને ઓંગે જેવા આદિવાસી સમુદાયોના લોકોએ તેમની સંસ્કૃતિને જીવંત પ્રદર્શિત કરી.

  • પીએમ મોદીએ કહ્યું- આપણે બધા જાણીએ છીએ કે 16 ડિસેમ્બરે દેશ 1971ના યુદ્ધનું સુવર્ણ જયંતિ વર્ષ પણ મનાવી રહ્યો છે. આ બધા અવસરો પર હું દેશના સુરક્ષા દળોને યાદ કરું છું, આપણા નાયકોને યાદ કરું છું.

  • પીએમ મોદીએ મન કી બાત કરતા જણાવ્યુ કે, અમૃત મહોત્સવ, શીખવાની સાથે સાથે દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. અને હવે દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકારો, પંચાયતથી લઈને સંસદ સુધી અમૃત મહોત્સવની ગુંજ છે અને આ ઉત્સવને લગતા કાર્યક્રમો અવિરત ચાલુ છે.


  સાંભળો 'મન કી બાત'નો સંપૂર્ણ ઓડિયો  • પીએમ મોદીએ કહ્યુ કે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં પર્થ એક એવી જગ્યા છે જે ક્રિકેટ માટે પ્રખ્યાત છે. ત્યાં સેક્રેડ ઈન્ડિયા ગેલેરી છે. તે ઓસ્ટ્રેલિયામાં રહેતી જગતારિણી જીના પ્રયાસોનું પરિણામ છે. તેમનો જન્મ ત્યાં થયો હતો પરંતુ 13 વર્ષ સુધી વૃંદાવનમાં રહ્યા. તેઓ કહે છે કે પાછા ફર્યા પછી પણ તે વૃંદાવનને ભૂલી શક્યા નથી. તેથી તેમણે ત્યાં વૃંદાવનનું નિર્માણ કર્યું. અહીં આવનારા લોકોને ભારતની તીર્થયાત્રા અને સંસ્કૃતિ જોવા મળે છે. એક આર્ટવર્ક એવું પણ છે જેમાં ભગવાન કૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉપાડ્યો છે. મોદીએ વધુમાં જણાવ્યુ હતું કે, કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિ માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: પીઅેમ નરેન્દ્ર મોદી, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन