Home /News /national-international /

PM modi Mann ki Baat : Unsung Heroes અંગે જાણો, તેમાંથી ઘણું શીખવા મળશે: PM મોદી

PM modi Mann ki Baat : Unsung Heroes અંગે જાણો, તેમાંથી ઘણું શીખવા મળશે: PM મોદી

PM મોદીની ફાઇલ તસવીર

Mann ki Baat: દેશમાં પદ્મ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. એવોર્ડ મેળવનારાઓમાં એવા ઘણા નામ છે, જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે''

  PM modi Mann ki Baat live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) પુણ્યતિથિ પર તેમનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (Mann Ki Baat) કરી છે. પીએમ મોદીનો આ વર્ષનો પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં સૌથી પહેલા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા.જે પછી ‘મન કી બાત’ શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પ્રથમ વખત કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  આજની મનકી બાતની કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'દેશમાં પદ્મ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. એવોર્ડ મેળવનારાઓમાં એવા ઘણા નામ છે, જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ આપણા દેશના અજાણ્યા નાયકો છે, જેમણે સામાન્ય સંજોગોમાં અસાધારણ કાર્યો કર્યા. તમારે તેમના વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમની પાસેથી આપણને જીવનમાં ઘણું શીખવા મળશે

  દેશના  4.5 કરોડ બાળકોએ કોરોનાની રસી લીધી

  પીએમ મોદીએ કહ્યું કે, ભારત કોરોનાના નવા વેરિઅન્ટ સામે મોટી સફળતા સાથે લડી રહ્યું છે. એ પણ ગર્વની વાત છે કે, અત્યાર સુધીમાં લગભગ 4.5 કરોડ બાળકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.  મણિપુરના યુવાનની વાત

  પીએમ મોદીએ કહ્યુ કે,  હું યુવાનોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. હવે કલ્પના કરો કે, તમે એક સમયે કેટલા પુશ-અપ્સ કરી શકો છો. હું જે કહેવાનો છું, તે તમને ચોક્કસ આશ્ચર્યથી ભરી દેશે. મણિપુરના 24 વર્ષીય યુવક થૌનાઓજમ નિરંજોય સિંહે એક મિનિટમાં 109 પુશ-અપ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

  'એક કરોડ બાળકોએ મને પોસ્ટકાર્ડ મોકલ્યા'

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'એક કરોડથી વધુ બાળકોએ તેમની મન કી બાત મને પોસ્ટકાર્ડ દ્વારા મોકલી છે. આ પોસ્ટકાર્ડ દેશના અલગ-અલગ સ્થળોએથી તેમજ વિદેશમાંથી પણ આવ્યા છે. મને ભારતના મિત્ર દેશ ક્રોએશિયા તરફથી પણ 75 પોસ્ટકાર્ડ મળ્યા છે. આ પોસ્ટકાર્ડ્સ આપણા દેશના ભવિષ્ય માટે આપણી નવી પેઢીની વ્યાપક દ્રષ્ટિની ઝલક આપે છે. આપણે જોયું કે ઈન્ડિયા ગેટ પાસેની 'અમર જવાન જ્યોતિ' અને નજીકના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં પ્રગટેલી જ્યોતિ એક થઈ ગઈ હતી. અમૃત મહોત્સવના કાર્યક્રમો વચ્ચે દેશમાં અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. એક છે વડાપ્રધાનનો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કારો એવા બાળકોને મળવા જોઈએ જેમણે નાની ઉંમરમાં બોલ્ડ અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.  પીએ મોદીએ ગાંધીજીને યાદ કર્યા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં પણ ગાંધીજીને સલામ કરી હતી. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'આજનો દિવસ બાપુના શિક્ષણને યાદ કરવાનો દિવસ છે.' તે 30 જાન્યુઆરી એટલે કે ગાંધીજીની પુણ્યતિથિથી શરૂ થશે અને ચાલુ રહેશે. થોડા દિવસો પહેલા અમે પ્રજાસત્તાક દિવસની પણ ઉજવણી કરી હતી. રાષ્ટ્રની બહાદુરી અને શક્તિની ઝાંખી, જે આપણે રાજપથ પર જોઈ, જે દરેકને ગર્વ અને ઉત્સાહથી ભરી દે છે.  વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, 30મીએ યોજાનારી આ મહિનાની મન કી બાત ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરીને સવારે 11.30 વાગ્યે શરૂ થશે. અગાઉ, કાર્યક્રમ દર વખતે સવારે 11 વાગ્યે શરૂ થતો હતો. જે પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. દૂરદર્શન પર તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવે છે. ‘મન કી બાત’ એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.

  નોંધનીય છે કે, 2014 બાદથી પીએમ મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં તેઓ દેશની જનતા સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરે છે. આ કાર્યક્રમનું સામાન્ય રીતે મહિનાના છેલ્લા રવિવારે પ્રસારણ થાય છે. તેનો પહેલો એપિસોડ ઓક્ટોબર 2014માં પ્રસારિત થયો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Mann ki baat, PM Narendra Modi Live, ભારત, મન કી બાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन