નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minster Narendra Modi) આજે ફરી એક વાર પોતાના મન્થલી રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann Ki Baat)ના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે દિવસ પહેલા કેટલાક અદભૂત તસવીરો, કેટલાક યાદગાર ક્ષણ, હજુ પણ મારી આંખોની સામે છે. તેથી આ વખતે મન કી બાતની શરૂઆત તે જ ક્ષણોથી કરું છું. ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympic 2020)માં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને મારા ઉપરાંત સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. હું ભારતના તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવું છું. વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમના માધ્યમથી કહ્યું કે, દરેક દેશવાસીને આજે ‘ભારત જોડો આંદોલન’નું નેતૃત્વ કરવાનું છે.
PM મોદીએ કહ્યું કે, આ વખતે 15 ઓગસ્ટે દેશ પોતાની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ આપણા માટે મોટું સૌભાગ્ય છે કે જે આઝાદી માટે દેશે સદીઓની રાહ જોઈ, તેના 75 વર્ષ થવાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. આપને યાદ હશે કે આઝાદીના 75 વર્ષ ઉજવવા માટે 12 માર્ચે બાપૂના સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી.
PM મોદીએ કહ્યું કે, કાલે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ પણ છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એક પ્રતિક છે જેને સમગ્ર દુનિયાએ જોયું. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ અમૃત મહોત્સવની વચ્ચે ઉજવવામાં આવશે. તેથી તે વધુ ખાસ થઈ જાય છે. હું ઈચ્છું છું કે કારગિલની રોમાંચિત કરી દેનારી ગાથા ચોક્કસ વાંચો. કારગિલના વીરોને આપણા સૌના નમન.
Tomorrow is Kargil Vijay Diwas. Kargil war is such a symbol of valour and discipline of our armed forces which the entire world has witnessed. I would like you to read the thrilling story of Kargil. Let us all salute the brave hearts of Kargil: PM Narendra Modi at 'Mann Ki Baat' pic.twitter.com/9Dk8vMmFak
PM મોદીએ આઇઆઇટી મદ્રાસના સ્ટુડન્ટ્સ દ્વારા થ્રીડી પ્રિન્ટેડ હાઉસનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને ગ્લોબલ હાઉસિંગ ચેલેન્જનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેનાથી નિર્માણ કાર્યનો સમય ઓછો અને વધુ ટકાઉ અને આરામદાયક મકાન બને છે. તેમણે ઈન્દોરના પ્રોજેક્ટમાં ઈંટો અને કોન્ક્રીટ વગર નવી ટેકનીકથી બનેલા મકાનોનો ઉલ્લેખ કર્યો.
વડાપ્રધાને કહ્યું કે, મન કી બાત એક એવું માધ્યમ છે, જ્યાં સકારાત્મક્તા છે, સંવેદનશીલતા છે. મન કી બાતમાં આપણે પોઝિટિવ વાતો કરીએ છીએ. સકારાત્મક વિચારો અને સૂચનો માટે ભારતના યુવાઓની આ સક્રિયતા મને આનંદિત કરે છે. મને એ વાતની ખુશી છે કે મન કી બાતના માધ્યમથી મને યુવાઓના મનને પણ જાણવાનો અવસર મળે છે. જૂન મહિનાની મન કી બાતમાં વડાપ્રધાને રસીકરણ અંગે ભ્રમ તોડ્યો
PM મોદીએ મધ્યપ્રદેશનાં બૈતૂલ જિલ્લાનાં નિવાસી એક ગ્રામીણ સાથે વાત કરી અને રસીકરણ અંગે સવાલ કર્યા. ગ્રામીણની રસી ન લેવાં અંગેની વાત સાંભળીને PM મોદીએ કહ્યું કે, મે અને મારી માતા બંનેએ રસી લીધી છે. મારી માતા તો 100 વર્ષની આસપાસની છે. અમે બંનેએ કોરોનાનાં બંને ડોઝ લઇ લીધા છે.તમે પણ રસી જરૂર લો. PM મોદીએ કહ્યું કે, જો કોઇ ભ્રમ ફેલાવે તો તેની વાતોમાં ન આવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર