નવી દિલ્હી. અમેરિકાની મેગેઝીન ટાઇમે (Time Magazine) વર્ષ 2021માં દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં (Top 100 influential list) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narnera Modi) સહિત પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અને સીરમ ઇન્ટિ 9ટ્યૂટના (SII) સીઇઓ અદાર પૂનાવાલાને (Adar Poonawalla) સ્થાન આપ્યું છે. ટાઇમની આ યાદીને 6 શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવી છે જેમાં પાયોનિયર (Pioneer), આર્ટિસ્ટ (Artist), લીડર (Leader), આઇકન (Icon), ટાઇટન (Titon) અને ઇનોવેટરને (Innovator) સામેલ કરવામાં આવ્યા છે. દરેક શ્રેણીમાં દુનિયાભરથી લોકોને સામેલ કરવામાં આવ્યા છે.
ટાઇમ મેગેઝીનની આ યાદીને દુનિયાભરમાં ઘણી વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આ યાદીમાં દરેક એન્ટ્રી એડિટર્સ દ્વારા ખૂબ જ રિસર્ચ બાદ લેવામાં આવે છે. બુધવારે જાહેર થયેલી ટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં (Time Top 100 influential list) તાલિબાનના (Taliban) સહસંસ્થાપક અબ્દુલ ગની બરાદર (Abdul Ghani Baradar) પણ સામેલ છે. આ ઉપરાંત યાદીમાં જો બાઇડન (Joe Biden), કમલા હેરિસ (Kamala Harris), શી જિનપિંગ (Xi Jinping) અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump) પણ નામ છે.
ગયા વર્ષે પણ પીએમ મોદીનું નામ યાદીમાં હતું સામેલ
ગયા વર્ષે પણ ટાઇમે દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું હતું. ગયા વર્ષે આ યાદીમાં સામેલ ભારતીયોમાં બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના, ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિન્દર ગુપ્તા અને શાહીનબાગ વિરોધ પ્રદર્શનમાં સામેલ બિલ્કિસનું પણ નામ સામેલ હતું.
વર્ષ 2020માં ટાઇમ મેગેઝીને એક આર્ટિકલમાં પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. મેગેઝીને ‘મોદી હેઝ યૂનાઇટેડ ઈન્ડિયા લાઇફ નો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ’ એટલે કે ‘મોદીએ ભારતને એવી એક એકજૂથ કર્યું છે જેટલું દશકોમાં કોઈ વડાપ્રધાને નથી કર્યું’ શીષર્કથી આ મોટો આર્ટિકલ પ્રકાશિત થયો હતો. આ આર્ટિકલને મનોજ લડવાએ લખ્યો હતો જેઓએ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ‘નરેન્દ્ર મોદી ફોર પીએમ’ અભિયાન ચલાવ્યું હતું.
આ આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું કે, તેમની (મોદી) સામાજિક રીતે પ્રગતિશીલ નીતિઓએ તમામ ભારતીયોને જેમાં હિન્દુ અને ધાર્મિક લઘુમતી પણ સામેલ છે, ગરીબીથી બહાર કાઢ્યા છે. તે કોઈ પણ પાછલી પેઢીના મુકાબલે તેજ ગતિથી થયું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર